નવજીવન ન્યૂઝ.અરવલ્લી: અરવલ્લી જીલ્લાની રાજસ્થાન રાજ્યને અડીને આવેલી આંતરાજ્ય સરહદો પર મોટા પ્રમાણમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ ધમધમી રહી છે. જીલ્લા એસઓજી પોલીસે મેઘરજના બાંઠીવાડા (બોગા) ગામમાં ત્રાટકી એક શખ્સને બંદૂક સાથે તેના ઘરમાંથી દબોચી લીધો હતો. ગેરકાયદેસર બંદૂક રાખનાર શખ્સ કોઈ ગુન્હાને અંજામ આપે તે પહેલા દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દઈ સઘન તપાસ હાથધરી હતી.
અરવલ્લી જીલ્લા એસઓજી ઇન્ચાર્જ પીઆઈ સી.પી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ જીલ્લા એસઓજી ટીમે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સઘન ચેકીંગ હાથધરાતા એસઓજી કર્મચારી ખુમાનસિંહ, અતુલ ભાઈ અને અન્ય એસઓજી પોલીસને મેઘરજ બાંઠીવાડા (બોગા) ગામના સુજાભાઇ સરદારભાઈ ડામોર નામના શખ્સના ઘરે દેશી બનાવટની બંદૂક હોવાની બાતમી મળતા એસઓજી પોલીસે તાબડતોડ બાતમી આધારિત ઘરે ત્રાટકી સુજાભાઇ ડામોરને દબોચી લઇ ઘરની તલાસી લેતા તેના ઘરમાંથી રૂ.૧૦ હજાર જેટલી કિંમતની દેશી બનાવટની એક નાળી બંદૂક મળી આવતા પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કર્યવાહી હાથધરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












