care home resident gave a cheeky response to UK PM: સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં બ્રિટન (United Kingdom)ના નવા પ્રધાનમંત્રી એન્ડી બર્નહેમ (Andy Burnham) એક કેર હોમ (Care Home)ની મુલાકાતે પહોંચ્યા છે. વીડિયોમાં તેમની અને એક વૃદ્ધ વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીત હવે ચર્ચાનો વિષય બની છે.
વીડિયોમાં જોવા મળે છે કે એન્ડી બર્નહેમ કેર હોમમાં વૃદ્ધો સાથે ચા દરમિયાન મુલાકાત કરી રહ્યા છે. તેઓ એક વૃદ્ધ સાથે હાથ મિલાવી પોતાનો પરિચય આપતા કહે છે કે તેમનું નામ એન્ડી બર્નહેમ છે. તેના જવાબમાં વૃદ્ધ પૂછે છે, “એન્ડી, શું તમે સ્થાનિક ઉમેદવાર છો?”
આ સવાલ સાંભળીને ત્યાં હાજર લોકો અને ખુદ પ્રધાનમંત્રી પણ હસી પડે છે. ત્યારબાદ એન્ડી બર્નહેમ જવાબ આપે છે કે તેઓ અગાઉ સ્થાનિક ઉમેદવાર હતા, થોડા અઠવાડિયા પહેલાં યોજાયેલી પેટાચૂંટણીમાં જીત્યા છે અને હવે તેઓ બ્રિટનના પ્રધાનમંત્રી છે.
આ સાંભળીને વૃદ્ધ આશ્ચર્ય વ્યક્ત કરતાં પૂછે છે, “તમે કોણ છો?” ત્યારે કેર હોમની એક મહિલા કર્મચારી તેમને જણાવે છે કે આ દેશના પ્રધાનમંત્રી છે. તેના જવાબમાં એન્ડી બર્નહેમ કહે છે કે તેઓ નવા પ્રધાનમંત્રી છે.
આ પછી વૃદ્ધે સ્મિત સાથે કહ્યું, “દર પાંચ મિનિટે તો નવો પ્રધાનમંત્રી આવી જાય છે.” વૃદ્ધની આ ટિપ્પણી સાંભળીને એન્ડી બર્નહેમ પણ હસતા જોવા મળે છે અને કહે છે, “હા, મને ખબર છે.”
આ ટૂંકી વાતચીત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અનેક લોકોનું માનવું છે કે વૃદ્ધે ખૂબ જ સરળ શબ્દોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં બ્રિટનમાં થયેલા રાજકીય ફેરફારો પર કટાક્ષ કર્યો છે.
છેલ્લા ચાર વર્ષ દરમિયાન બ્રિટનમાં અનેક વખત પ્રધાનમંત્રી બદલાયા છે, જેના કારણે દેશની રાજકીય સ્થિરતા અંગે પણ ચર્ચા થતી રહી છે.
છેલ્લા 20 વર્ષમાં બ્રિટનના પ્રધાનમંત્રીઓ
- ટોની બ્લેર (Tony Blair): જૂન 1997 – 27 જૂન 2007 (લેબર પાર્ટી)
- ગોર્ડન બ્રાઉન (Gordon Brown): 27 જૂન 2007 – 11 મે 2010 (લેબર પાર્ટી)
- ડેવિડ કેમેરોન (David Cameron): 11 મે 2010 – 13 જુલાઈ 2016 (કન્ઝર્વેટિવ પાર્ટી)
- થેરેસા મે (Theresa May): 13 જુલાઈ 2016 – 24 જુલાઈ 2019 (કન્ઝર્વેટિવ પાર્ટી)
- બોરિસ જોન્સન (Boris Johnson): 24 જુલાઈ 2019 – 6 સપ્ટેમ્બર 2022 (કન્ઝર્વેટિવ પાર્ટી)
- લિઝ ટ્રસ (Liz Truss): 6 સપ્ટેમ્બર 2022 – 25 ઑક્ટોબર 2022 (કન્ઝર્વેટિવ પાર્ટી)
- ઋષિ સુનક (Rishi Sunak): 25 ઑક્ટોબર 2022 – 5 જુલાઈ 2024 (કન્ઝર્વેટિવ પાર્ટી)
- કીર સ્ટાર્મર (Keir Starmer): 5 જુલાઈ 2024 – 20 જુલાઈ 2026 (લેબર પાર્ટી)
- એન્ડી બર્નહેમ (Andy Burnham): 20 જુલાઈ 2026 – વર્તમાન (લેબર પાર્ટી)








