નવજીવન ન્યૂઝ.અમદાવાદ: અમદાવાદના કોંગ્રેસ મહિલા કોર્પોરેટર એક બાદ એક વિવાદોમાં સપડાઇ રહ્યા છે. મહિલા કોર્પોરેટરનો તાંત્રિકવિધિ અંગે ઓડિયો વાઇરલ થયો હતો. જેમાં પોતાના જ વિસ્તારના ધારાસભ્ય અને કોર્પોરેટરનો ખાતમો બોલાવવા અંગે તાંત્રિક મહિલા જોડે વાત કરી હતી. જેને લઈને પાર્ટીમાંથી પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે જમનાબેન વેગડા વધુ એક વિવાદમાં આવ્યા છે.
કોંગ્રેસના દાણીલીમડા વોર્ડના કોર્પોરેટર હવે ગેરકાયદે બાંધકામ મુદ્દ વિવાદમાં આવ્યા છે. મણિનગર સ્થિત પોતાના નિવાસસ્થાને જ વિશાળ ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાનું સામે આવ્યું છે. નિવાસસ્થાનની માર્જિનની જગ્યામાં 3 દુકાનોનું કોમર્શિયલ બાંધકામ અંગે Amc દ્વારા તાત્કાલિક બાંધકામ રોકવા પ્રથમ નોટિસ આપવામાં આવી છે અને દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા ખાતાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સમગ્ર બાબતે ડે.એસ્ટેટ ઓફિસરે જરૂર પડશે ત્યારે gpmc એક્ટ મુજબની તમામ કાર્યવાહી કરવાનું જણાવ્યુ હતું.
તાંત્રિક હમિદાએ વિજ્ઞાનજાથા અને પોલીસ સામે કબૂલાત કરી માફી માંગી
રાજકોટ જિલ્લાના પોલીસવડા બલરામ મીણા અને નાયબ પોલસ મહાનિરીક્ષક સંદીપસિંહને જાથાના ચેરમેન જયંત પંડયાએ માહિતી ફેક્સમાં મોકલી મહિલા તાંત્રિકના પર્દાફાશ માટે ધોરાજી પોલીસ સ્ટેશનના સ્ટાફની માગણી કરવામાં આવી હતી. જિલ્લા પોલીસે ગંભીરતા સમજી અધિકારી પાસે ફાઈલ મૂકતાં પોલીસ-બંદોબસ્તના આદેશ છૂટ્યા હતા. બાદમાં વિજ્ઞાન જાથાની ટીમ અને પોલીસનો કાફલો હમિદાના ઘરે પહોંચ્યો હતો.જો કે મહિલા ઘરેથી ફરાર થઈ ગઈ હતી. ત્યાર બાદ સમાજના આગેવાનોના મદદથી પોલીસ સ્ટેશનમાં તાંત્રિક હમિદા હાજર થઈ હતી. તાંત્રિક હમિદા ઓડિયોમાં શબ્દો પોતાના અને અમદાવાદ મહિલા કોર્પોરેટરના જ હોવાની કબૂલાત કરી હતી. ત્યાર બાદ તાંત્રિક મહિલાએ કહ્યું કે ભૂલ થઈ છે, માફી માગુ છું આજથી જોવાનું કામ, કાળા જાદુ, ઈલમ બંધની જાહેરાત કરી માફી માગું છું.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












