નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: અમદાવાદના ઈસનપુરમાં (Isanpur) લગ્નના ફુલેકા દરમિયાન ઉડતી ચલણી નોટ વિણવા જતા બાળક ઘોડાની લાતનો (child died after horse kick) શિકાર બન્યું હતું. બાળકને ઘોડાની લાત વાગતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં બાળકને મૃત જાહેર કરવામાં આવ્યું હતું. બાળકના મોતના પગલે લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો અને બાળકના પરિવારમાં કરૂણ આક્રંદ સાથે ગમગીની છવાઈ હતી.

મળતી વિગતો અનુસાર ઈસનપુર વિસ્તારમાં ગતરોજ મંગળવારે સાંજના 5 વાગ્યા આસપાસ જાહેર રસ્તા પરથી એક વરઘોડો પસાર થઈ રહ્યો હતો. જેમાં વરરાજાના મિત્રો અને મહેમાનો ખુશીથી પૈસાની છોડ ઉડાવી રહ્યા હતા. પૈસાની ઉડી રહેલી ચલણી નોટ વિણવા માટે કેટલાક બાળકો દોડાદોડી કરી રહ્યા હતા. દરમિયાન એક બાળક ઘોડા પાસે પહોંચી ગયો હતો અને નીચે પડેલી પૈસાની નોટ ઉઠાવવા લાગ્યો હતો. ત્યારે અચાનક ઘોડાએ લાત મારતા બાળકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા બાળક લોહી લુહાણ થઈ ગયો હતો.
બાળક ઈજાગ્રસ્ત થતા હાજર સૌ કોઈએ બાળકની મદદે પહોંચી ગયા હતા. તેમજ તાત્કાલીક બાળકને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ કુમળા બાળકે દમ તોડી દીધો હોય હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. તબિબોની પ્રાથમિક તપાસમાં પણ સામે આવ્યું હતું કે બાળકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે મોત થયું છે.
આમ ખુશીના પ્રસંગમાં બાળક ઘોડાની લાતનો શિકાર બનતા મોતને ભેટ્યું હતું. જેના પગલે લગ્ન પ્રસંગમાં હાજર સૌ કોઈના ચહેરા પર ગમગીની જોવા મળી હતી. સાથે જ બાળકના પરિવારના કરૂણ આક્રંદે લગ્ન પ્રસંગને માતમમાં ફેરવી દીધો હતો.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








