Wednesday, July 15, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં બેફામ ડમ્પરનો આતંક, મહિલા કારચાલકને ટક્કર મારી ડિવાઈડર કૂદાવી ફરાર; પોલીસે...

અમદાવાદમાં બેફામ ડમ્પરનો આતંક, મહિલા કારચાલકને ટક્કર મારી ડિવાઈડર કૂદાવી ફરાર; પોલીસે દબોચ્યો

- Advertisement -

Ahmedabad Dumper accident Video: અમદાવાદ શહેરમાં બેફામ વાહનચાલકોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના એસજી હાઈવે પર વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક ડમ્પર ચાલકે મહિલા કારચાલકને ટક્કર મારી હતી. અકસ્માત બાદ ચાલક ડમ્પર લઈને ફરાર થઈ ગયો હતો અને ભાગવાના પ્રયાસમાં એસજી હાઈવે પર ડિવાઈડર કૂદાવીને વાહન દોડાવ્યું હતું. સમગ્ર ઘટનાના ફિલ્મી દૃશ્યોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચર્ચા જાગી છે.

મળતી માહિતી મુજબ, એસજી હાઈવે પર જગતપુર ચાર રસ્તા નજીક એક ડમ્પર બેફામ ઝડપે પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન ડમ્પર ચાલકે એક મહિલા કારચાલકની કારને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ સ્થાનિક લોકો અને વાહનચાલકો તેનો પીછો કરવા લાગ્યા હતા. લોકોથી બચવા માટે ડમ્પર ચાલકે વધુ ઝડપે વાહન હંકાર્યું અને એસજી હાઈવે પરનો ડિવાઈડર કૂદાવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

- Advertisement -

ડમ્પર ચાલકના આ જોખમી સ્ટંટના કારણે હાઈવે પર ચાલતા અનેક વાહનચાલકોના જીવ જોખમમાં મુકાઈ ગયા હતા. ઘટના દરમિયાન રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને અનેક વાહનચાલકો ભયભીત થઈ ગયા હતા. ભાગતા ભાગતા ડમ્પર ચાલક એક સાઇટ સુધી પહોંચી ગયો હતો.

ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં ડમ્પર ચાલક બેફામ ઝડપે વાહન દોડાવતો જોવા મળે છે. વીડિયોમાં પોલીસ દ્વારા ડમ્પરને રોકવાનો પ્રયાસ પણ જોવા મળે છે, પરંતુ ચાલક પોલીસના સંકેતોની અવગણના કરીને આગળ વધી જાય છે.

વીડિયો વાયરલ થયા બાદ એસજી હાઈવે-1 ટ્રાફિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે વેલારામ કલાસુઆ નામના ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) તેમજ મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisement -

હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને અકસ્માતના સંજોગો સહિત અન્ય વિગતો એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular