Friday, June 5, 2026
HomeGujaratBhavnagarભાવનગરમાં સાવકા પિતાએ રોજના કંકાસથી કંટાળી પુત્રની કરી હત્યા

ભાવનગરમાં સાવકા પિતાએ રોજના કંકાસથી કંટાળી પુત્રની કરી હત્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભાવનગર: Bhavnagar Crime News: ભાવનગરના સિંહોર (Sihor, Bhavnagar) તાલુકાના સણોસરા ગામે સાવકા પિતાએ પુત્રને લાકડાના ધોકા વડે ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો છે. પોલીસના (Bhavnagar Police) જણાવ્યા અનુસાર પુત્ર કોઈ કામધંધો કરતો ન હતો અને દરરોજ પિતા સાથે માથકૂટ કરતો હોય પિતાએ અંતે કંટાળીને પુત્રને મોતના ઘાટ ઉતારી ઘટનાને કરૂણ અંજામ આપ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર સિંહોર તાલુકાના સણોસરા ગામમાં રહેતા મનસુખભાઈ કામળીયા સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવે છે. તેમનો સાવકો પુત્ર કિશન કામળીયા કોઈ કામધંધો કરતો ન હતો અને રોજ પિતા સાથે માથાકૂટ કરતો હતો. આમ દરરોજના કંકાસથી કંટાળી પિતાએ આવેશમાં આવી 24 એપ્રિલના રોજ રાત્રિના અરસામાં સાવકા પુત્રને માથાના ભાગે ધોકાના ફટકા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા યુવાન બેભાન થઈ ઢળી પડ્યો હતો.

- Advertisement -

બાદમાં ઘાયલ યુવકને જેને તાત્કાલિક સારવાર અર્થે સિંહોરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબિયત લથડતા તેને વધુ સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું.

સમ્રગ ઘટના અંગે સિંહોરમાં રહેતા મૃતકના ભાઈ અજય કામળિયાએ તેના પિતા મનસુખ ભાઈ કામળિયા વિરૂધ્ધ સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે હત્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી. જે અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા પિતાની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી આરોપી વિરૂધ્ધ આઈ.પી.સી.ની કલમકલમ 302, 323 અને 135 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

TAG: Bhavnagar News, Bhavnagar Crime News Today

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular