Wednesday, July 15, 2026
HomeGujaratAhmedabadGujarat ACB : રોજ લાખોની લાંચ લેતા CEO અશ્વિન ચૌધરીની મિલકતો શોધવાની...

Gujarat ACB : રોજ લાખોની લાંચ લેતા CEO અશ્વિન ચૌધરીની મિલકતો શોધવાની કામગીરી ચાલુ, લૉકરમાંથી 54.13 લાખનું સોનું-ચાંદી મળ્યા

- Advertisement -

Gujarat ACB biggest seizure : ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોના ઇતિહાસમાં સૌથી મોટી જપ્તીના કેસમાં 56 લાખની કિંમતનું સોનું-ચાંદી, ફર્નિચર ઉમેરાતા રોકડ સહિતના કુલ મુદ્દામાલની રકમ 3.21 કરોડ પર પહોંચી છે. મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન બી. ચૌધરીના સુરત ખાતે આવેલી પંજાબ નેશનલ બેંકના લૉકરમાંથી Team ACB ને સોનાના દાગીના, લગડીઓ અને ચાંદી સહિત કુલ 54.13 લાખનો દલ્લો હાથ લાગ્યો છે. અશ્વિન ચૌધરીએ રોજે રોજના ભ્રષ્ટાચારની કાળી કમાણીમાંથી મિલકતો વસાવી હોવાની આશંકાના પગલે એસીબી માહિતી એકઠી કરી રહી છે. ગાંધીનગર એસીબી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા અપ્રમાણસર મિલકતના કેસમાં અશ્વિન ચૌધરી (Ashwin B Chaudhari DA Case) હાલ રિમાન્ડ પર છે. તપાસ અધિકારી મુખ્ય વિદ્યુત નિરીક્ષકની કચેરીમાંથી આવેલા ડેટા બાદ તપાસને વેગ આપશે. અશ્વિન ચૌધરી સાથે જોડાયેલા અધિકારીઓ ભ્રષ્ટાચારના કાંડમાં કેટલાં સામેલ છે તેની તપાસ Gujarat ACB કરશે.

એસીબીના સૂત્રોના જણાવ્યાનુસાર મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન બી. ચૌધરી (Ashwin B Chaudhary CEI Gujarat) પાસે અનેક કામગીરીની જવાબદારીઓ હતી. જેમાં ડીઝલ જનરેટર સેટ, હાઈ ટેન્શન લાઈન, એકસ્ટ્રા હાઈ ટેન્શન લાઈન, કિસાન સૂર્ય પંપ અને સોલાર પેનલના ઇન્સ્પેક્શનની જવાબદારીઓ સામેલ હતી. અશ્વિન ચૌધરીના તાબામાં ગુજરાત આખામાં ફિલ્ડ વિઝિટ માટે 42 આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર ફરજ બજાવતા હતા. એસીબી અશ્વિન ચૌધરીના તાબામાં આવતા 42 અધિકારીઓની પૂછપરછ કરી આગામી દિવસોમાં નિવેદન નોંધશે. અશ્વિન ચૌધરીની તપાસમાં સુરત શહેર, બીલીમોરા પાસે મઢી ખાતે એક-એક ફલેટ અને વારસાઈની જમીનની માહિતી સામે આવી ચૂકી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular