નવજીવન ન્યૂઝ. અમદાવાદ: રાજ્યમાં ગુનાખોરીનો હરણફાળ ભરવા તૈયાર બેઠો હોય તેમ હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. એક તરફ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghavi) વ્યાજખોરી ડામવાના નિવેદનો આપતા ફરે છે બીજી તરફ રાજ્યમાં હત્યાની ઘટનાનો રાફડો ફાટ્યો છે. આ મામલે કોંગ્રેસે(Gujarat Congress) રાજ્ય સરકારને આડેહાથ લેતા કહ્યું હતું કે, રાજ્યમાં 24 કલાકમાં દસ-દસ હત્યાની ઘટના સરકારના સલામતીના દાવાની પોલ ખોલી રહ્યાં છે.

રાજ્યમાં અચાનક જ હત્યાના બનાવની ઘટનાઓ સામે આવતા કોંગ્રેસે રાજ્ય સરકારના અને પોલીસ વિભાગ પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસે અખબારી યાદી પ્રસિધ્ધ કરી જણાવ્યું હતું કે, રાજ્યમાં 24 કલાકમાં દસ હત્યાઓની ઘટના સામે આવી છે. હત્યાની આ ઘટનાઓ ભાજપ સરકારની સબ સલામતીના દાવાની પોલી ખોલી રહી છે. આ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અસાજિક તત્વો અને ગુંડાઓ બેખૌફ રીતે કાયદો અને વ્યવસ્થાની ધજ્જિયા ઉડાવી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લી 24 કલાકમાં 10 નિર્મમ હત્યાની ઘટનાઓ સામે આવી છે. જેમાં અમદાવાદમાં 2, સુરતમાં 3 અને જામનગરમાં 2, રાજકોટ, સુરેન્દ્રનગર અને વડોદરામાં 1-1 હત્યાના બનાવ સામે આવ્યા છે. સાથે જ તેમણે કહ્યું કે, ગૃહરાજ્ય મંત્રીના શહેર સુરતમાં પણ હત્યાના બનાવો અને ગુનાખોરી વધી રહી છે જે સુરક્ષાની વાતોનો છેદ ઉડાવે છે.
વધુમાં તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં નશાબંધીનો કાયદો હોવા છતાં બેરોકટોક કરોડો રૂપિયાનો દારૂ ઠલવાઈ રહ્યો છે. અબજો રૂપિયાના ડ્રગની હેરાફેરી થાય છે, બેફામ વ્યાજ ખોરી અને નકલી નોટ, ચીટ ફંડ જેવા આર્થિક ગુનાઓનો આંક આસમાને પહોંચ્યો છે. ત્યારે ગુજરાત સરકાર, ગૃહ વિભાગ અને પોલીસ તંત્ર જાગે અને ગુનેગારોને જેલ ભેગા કરે તોજ ખરા અર્થમાં સલામત ગુજરાત બનશે અને ગુજરાતીઓ શાંતિથી જીવન જીવી શકશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








