Friday, June 5, 2026
HomeGujaratSuratઊર્જા વિભાગ ભરતી કૌભાંડમાં વધુ 11 ઝડપાયા, યુવરાજસિંહએ કહ્યુ જે નામો આપ્યા...

ઊર્જા વિભાગ ભરતી કૌભાંડમાં વધુ 11 ઝડપાયા, યુવરાજસિંહએ કહ્યુ જે નામો આપ્યા હતા એ હવે પકડાય છે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરતઃ ઊર્જા વિભાગની પરીક્ષામાં (Energy department recruitment Scam) ગેરરીતી આચરનારા વધુ 11 લોકોની સુરત ક્રાઈમ બ્રાંચ (Surat Crime Branch) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કાર્યવાહી કરીને પૈસા આપીને નોકરી મેળવી હોય તેવા 11 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. જોકે અત્યાર સુધીમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા 17 જેટલા એજન્ટની ધરપકડ કરી લેવામાં આવી છે. ઊર્જા વિભાગની પરીક્ષા કૌભાંડમાં (Urja Scam) 300થી વઘુ લોકો નોકરીએ લાગ્યા હોવાની આશંકા છે.

શું હતો સમગ્ર મામલો

2156 બેઠકો માટે ઊર્જા વિભાગની પરીક્ષા સમગ્ર ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં 9 ડિસેમ્બર 2020થી 6 જાન્યુઆરી 2021 સુધી પરીક્ષા લેવામાં આવી હતી. જોકે પરીક્ષા ચાલુ હતી તે દરમિયાન જ 4 જાન્યુઆરી 2021ના રોજ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા પ્રસ કોન્ફરન્સ કરીને ઊર્જા વિભાગના કૌભાંડને ઉજાગર કરવામાં આવ્યું હતું. આ કૌભાંડમાં કેટલાક વિદ્યાર્થીઓ પાસેથી 7થી 10 લાખ રૂપિયા લઈને ઓનલાઈન પાસ કરવામાં આવ્યા હતા.

- Advertisement -

સમગ્ર બાબતે સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ કરવામાં આવતા રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી છેતરપિંડી કરનારા લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા અત્યાર સુધીમાં કુલ 17 જેટલા લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે વધુ 11 લોકોને સાબંરકાંઠા અને અરવલ્લીમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં 5 મહિલાઓ અને 6 પુરુષોનો સમવાવેશ થાય છે. પ્રકાશ વણકર, અલ્તાફ લોઢા, મનીષ પારધી, રોહીત મકવાણા, પ્રવિણ ચૌધરી, આસીમ લોઢા, નિશા પટેલ, જલ્પા પટેલ, ઉપાસના સુતરીયા, નિલમ ચાવડા, જીગ્નાસા પટેલ સહિત અત્યાર સુધીમાં કુલ 28 લોકોને ઊર્જા વિભાગની ભરતીમાં ગેરરીતી આચરવા બદલ ઝડપી પાડવામાં આવ્યા છે.

ઊર્જા વિભાગ ભરતી કૌભાંડને ઉજાગર કરનારા યુવરાજસિંહ જાડેજા ત્રણ મહિના બાદ જામીન પર જેલ મુક્ત થતાં ગઈકાલે તેમણે ઊર્જા વિભાગ ભરતી કૌભાંડ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે ટ્વીટ કરીને લખ્યું હતુ કે, ઊર્જા વિભાગની પરીક્ષા ચાલુ હતી. તે દરમિયાન પ્રેસ કોન્ફરન્સ કરી ઊર્જા વિભાગના સિસ્ટમેટીક કૌભાંડ ઉજાગર કર્યું હતું, જે નામો આપ્યા હતા એ હવે પકડાય છે. તે સમયે જો એક્શન લીધા હોત તો આ લિસ્ટ બહુ લાંબુ હોત, હજી પણ ઇચ્છાશક્તિ હોય તો આ ભરતી(જુનિયર આસી. અને જુનિયર એન્જિનિયર)ની CBI દ્વારા તપાસ કરવામાં આવે તો આ ઓનલાઈન સિસ્ટમેટીક સ્કેમમાં 300થી વધુ એવા લોકો મળશે જે વર્તમાનમાં ઊર્જા વિભાગની અલગ અલગ કચેરીમાં “ભ્રષ્ટાચાર” થી નોકરી કરતા જોવા મળશે. આ કૌભાંડના મૂળ ખુબ ઊંડા છે. યોગ્ય તપાસ થશે તો ઘણા મોટા અધિકારી અને વગદાર વ્યક્તિઓના નામ સામે આવશે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular