Wednesday, April 22, 2026
HomeGujaratAhmedabadતથ્ય પટેલનું વધુ એક કારસ્તાન પોલીસ ચોંપડે નોંધાયું, છ મહિના પહેલા મંદિરમાં...

તથ્ય પટેલનું વધુ એક કારસ્તાન પોલીસ ચોંપડે નોંધાયું, છ મહિના પહેલા મંદિરમાં ઘુસાડી હતી જેગુઆર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર અકસ્માત (Ahmedabad ISKCON Accident) કરનારા તથ્ય પટેલ (Tathya Patel) સામે વધુ એક ગુનો ગાંધીનગરમાં દાખલ થયો છે. ઈસ્કોન અકસ્માત બાદ એકબાદ એક તથ્ય પટેલના કારસ્તાનો સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક કારસ્તાન ગાંધનગરમાં પોલીસ (Gandhinagar Police) ચોંપડે નોંધાયું છે. 6 મહિના અગાઉ ગાંધીનગરમાં તથ્ય પટેલે આ જ જેગુઆર કારથી અકસ્માત (Jaguar Car Accident) કર્યો હતો. જેને લઈને હવે ગાંધીનગરના સાંતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે પ્રકારે તથ્ય પટેલના કારસ્તાન બહાર આવી રહ્યા છે તે જોતા તથ્ય પટેલની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.

Tathya Patel Jaguar Accident Gandhinagar
Tathya Patel Jaguar Accident Gandhinagar

અમદાવાદમાં ગત બુધવારે મોડી રાત્રે અકસ્માત સર્જીને જેગુઆર કાર ચાલક તથ્ય પટેલે 9 લોકોના જીવન કચડી નાખ્યા હતા. આ અકસ્માત બાદ તથ્ય પટેલનો વધુ એક અકસ્માતનો વિડીયો સામે આવ્યો હતો. જેમાં તથ્ય પટેલ થાર કાર પર કાબુ ગુમાવતા સિંધુ ભવન ખાતેના એક કાફેની દિવાલમાં કાર ઘુસી ગઈ હતી. જે તે સમયે આ અકસ્માતમાં કોઈ જાનહાની ન થતાં તથ્ય પટેલ અને કાફેના માલિક વચ્ચે સમાધાન થતાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી ન હતી. પરંતું ઈસ્કોન બ્રિજ અકસ્માતની ઘટના સામે આવ્યા બાદ થાર કાર અકસ્માતનો વિડીયો વાયરલ થતાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.

- Advertisement -

તથ્ય પટેલના ત્રીજા અકસ્માત અંગે ગાંધીનગરના સાંતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં ફરિયાદી કલોલ વાંસજડા(ઢે) ગામના મણાજી ઠાકોર ગામના સરપંચ તરીકે હતા, પરંતું છેલ્લા એક વર્ષથી ચૂંટણી ન આવતા હાલ તલાટી વહીવટકર્તા તરીકે છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, અમદાવાદમાં તથ્ય પટેલ દ્વારા જેગુઆર કાર વડે અકસ્માત કરીને 9 લોકોના મોત નિપજાવ્યા છે. આ અકસ્માત પહેલા તેણે તે જ ગાડીથી અમારા ગામ આવેલા બળીયા દેવના મંદીરના પીલ્લર સાથે આ જ કારે અકસ્માત કર્યો હતો. તારીખ 1 જાન્યુઆરીના રોજ સવારે 3થી 5 વાગ્યાની આસવાસ ગામથી સાણંદ જવાના રોડ પર આવતા બળીયાદેવનવા મદીરમાં કાર અથડાવીને પીલરને નુકશાન કરતાં મંદીરનો ધાબાનો ભાગ નમી ગયો હતો. જેથી મંદિરને નુકશાન થયું હતું. આ અકસ્માતમાં આશંકા છે કે 31 થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા પાર્ટીમાં ગયો હોય ત્યારબાદ અકસ્માત સર્જાયો હશે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular