નવજીવન ન્યૂઝ. જુનાગઢ: Junagadh Crime News: રાજ્યભરમાં વ્યાજખોરો (usurers) દ્નારા લોકોને માનસિક કે શારીરિક ત્રાસ (torture) આપી મરવા સુધી મજબૂર કર્યાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજખોરો સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. પરંતુ આ આદેશો માત્ર કાગળ પુરતા સિમિત રહેતા હોય તેવું જુનાગઢના (Junagadh) કિસ્સા પરથી જણાય છે. જેમાં ભુંગળા વેચવાનો વ્યવસાય કરતા કેશોદના (Keshod) વ્યક્તિને વ્યાજખોરના ત્રાસથી મરવા માટે મજબૂર થવું પડ્યું છે. વળી મૃતક વિનોદે આત્મહત્યા (Youth Suicide) કરતા પહેલા લખેલી સુસાઈડ નોટ (Suicide Note) પણ પોલીસની કાર્યવાહીના દાવાને પોકળ સાબિત કરે તેવી છે.
રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ એ હદે વધ્યો છે કે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીને પણ કાર્યવાહી માટે સૂચનો આપવા પડી રહ્યા છે. ત્યારે પોલીસ લોન મેળાના ખેલ કરી કામગીરી બતાવી રહી છે પણ વ્યાજખોરોનો ત્રાસ હજુ પણ યથાવત છે. ગતરોજ સોમવારે જુનાગઢના કેશોદમાં ભુંગળા વેચવાનો વ્યસાય કરતા વિનોદ રોચીરામાણીએ વ્યાજખોરોથી કંટાળી મોતને વહાલું કર્યું હતું. વિનોદે ઝેરી ગટગટાવી આત્મહત્યા કરતા પહેલા ડી.વાય.એસ.પી.ને સંબોધી એક સુસાઈડ નોટ પણ લખી છે. જેમાં તેમણે આતંક મચાવતા વ્યાજખોરોના નામ જણાવ્યા છે.
મૃતક વિનોદ કેશોદ અને આસપાસના ગમાડામાં ભુંગળા વેચી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. વિનોદે પૈસાની જરૂરીયાત ઊભી થતા તેણે વ્યાજે રૂપિયા લીધા હતા. આ રૂપિયા તેણે ચૂકવી પણ દિધા હોવા છતાં વ્યાજખોરો દ્વારા બમણી રકમની માગણી કરવામાં આવતી હતી. પરંતુ વિનોદ તે પૈસા ચૂકવી નહીં શકતા વ્યાજખોર દ્વારા સતત ત્રાસ આપવામાં આવતો હોય વિનોદે જીવન ટૂંકાવી લીધું છે.
આ મામલે મૃતક વિનોદના પત્ની સવિતાબેને જણાવ્યું હતું કે, “મારા પતિ વિનોદે ધંધામાં મંદી ચાલતી હોય આર્થિક સંકળામણ પેદા થતા રૂપિયા વ્યાજે લીધા હતા. આ રૂપિયા તેમણે પ્રવિણ સીંધલ રબારી, ભાવેશ ભૂપતભાઈ રબારી, રાજૂભાઈ હરદાસભાઈ રબારી, અજીત આહિર અને રવિભાઈ ઉર્ફે એસ.કે. પારવાણી પાસથી વ્યાજે લીધા હતા. આમ કુલ 12 લાખ રૂપિયા તેમણે વ્યાજે લીધા હતા. આ રકમ પેટે વિનોદે વ્યાજ પણ ચૂકવી આપ્યું હતું છતાં પણ આરોપીઓ દ્વારા બમણા વ્યાજની માગણી કરી રૂપિયા 1 લાખ 24 હજારની માગણી કરવામાં આવતી હતી. આ રકમ નહીં ચૂકવતા તેમને વિનોદભાઈને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવાની શરૂઆત કરી હતી. ઉપરાંત તેઓ સતત તેમને ત્રાસ પણ આપતા હોય કંટાળી જઈ વિનોદ મરવા માટે મજબૂર થતા ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી છે.”
TAG : Junagadh News, Keshod Crime News
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








