Monday, June 1, 2026
HomeGujaratGujarat Congress : ચાલુ સમીક્ષા બેઠકમાં આઈબી અધિકારી મોબાઈલ ફોનમાં વીડિયો ઉતારવા...

Gujarat Congress : ચાલુ સમીક્ષા બેઠકમાં આઈબી અધિકારી મોબાઈલ ફોનમાં વીડિયો ઉતારવા લાગ્યા અને પછી…

- Advertisement -

IB officer barged into Congress review meeting : કોંગ્રેસની ઉત્તર ગુજરાતની સમીક્ષા બેઠકની જાસૂસી કરતા એક આઈબી અધિકારી રંગે હાથ ઝડપાયો હતો. ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા (Amit Chavda Gujarat Congress President) સહિતના આગેવાનોએ મહેસાણા ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં મહત્વના મુદ્દાઓની ચર્ચા ચાલતી હતી તે દરમિયાન એક અજાણ્યો શખસ મોબાઈલ ફોનમાં વીડિયો રેકૉર્ડિંગ કરતા મળી આવ્યો હતો. આ શખસની જાણકારી મેળવતા તે આઈબી અધિકારી હોવાનો ખુલાસો થતાં અમિત ચાવડાએ સરકાર પર જાસૂસીના આરોપ લગાવ્યા હતા. આ ઘટના બાદ ગુજરાત સરકાર અને સ્ટેટ આઈબી સવાલોના ઘેરામાં (Gujarat government and State IB under siege of questions) આવી ગયા છે. આઈબી અધિકારીના ફોનને તપાસમાં આવ્યો ત્યારે તેમાંથી કેટલાંક અશ્લીલ વીડિયો મળી આવ્યા હોવાનું કોંગ્રેસના સૂત્રો જણાવી રહ્યાં છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ ગુજરાત કોંગ્રેસના આગેવાનોએ સમીક્ષા બેઠકો શરૂ કરી છે. આજે મહેસાણા ખાતે ઉત્તર ગુજરાત ઝોનના ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાના હોદ્દેદારો સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જે બેઠકમાં એક શંકાસ્પદ અને અજાણ્યો વ્યક્તિ મોબાઈલ ફોનથી વીડિયો ઉતારતો જોવા મળ્યો હતો. જેને અમિત ચાવડા અને જગદીશ ઠાકોર સહિતના આગેવાનોએ પાસે બોલાવી તેના મોબાઈલ ફોનમાંથી વીડિયો ડીલીટ કરાવ્યા હતા.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular