નવજીવન ન્યૂઝ. વેરાવળ: ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના વડામથક વેરાવળ શહેરમાં ચકચારી હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ખુલ્લે આમ ફાયરિંગ અને હત્યાનો બનાવ સામે આવ્યો છે. જાહેરમાં યુવકની હત્યા થયાની ગંભીર ઘટનાને પગલે ડિવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
ગીર સોમનાથ પોલીસની કાર્યવાહી પર સવાલ પેદા થાય તેવી ઘટના વેરાવળમાં સામે આવી છે. ઘટનાની વિગત એવી છે કે, ગતરોજ સાંજના સમયે એસટી બસ સ્ટેશન રોડ પર ચાની લારી પાસે સ્કૂટર પર બેઠેલા વ્યક્તિ પર ફાયરિંગની ઘટના ઘટી હતી. અજાણ્યા ઈસમ મૃતક યુવક નિતેશ સરમણ કટારીયા પણ ગોળી ચલાવી મોપેડ સ્કૂટર મુકી નાશી છૂટ્યા હતા. ગોળીબારના પગલે ઈજાગ્રસ્ત યુવાન ગંભીર રીતે ઘવાયો હતો અને ઘટના સ્થળે જ દમ તોડી દિધો હતો. યુવકના મોતના પગલે તેના પરિવાર અને સમાજમાં રોષની લાગણી જોવા મળી હતી. બીજી તરફ પોલીસને મામલાની જાણ થતા જ ડિવાયએસપી સહિતના અધિકારીઓના ધાડા ઘટના સ્થળે ઉતરી ગયા હતા.

પોલીસે ઘટના સ્થળની તપાસ કરતા એક બંદૂક અને ફૂટેલું કારતૂસ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ જાહેરમાં ફાયરિંગ કરી હત્યાના બનાવને પગલે શહેરની સ્થિતી અજંપા ભરી જોવા મળી હતી. ફાયરિંગમાં ઘાયલ મૃતક નિતેશ કટારીયાને લોહીલૂહાણ હાલતમાં તાત્કાલીક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી જવાયો હતો. જ્યાં હાજર ડોકટરે યુવકને મૃત ઘોષીત કર્યો હતો. હોસ્પિટલે મોટી સંખ્યામાં યુવકના પરિજનો અને સમાજના આગેવાનો ઉમેટી પડ્યા હતા. અજંપા ભરી શાંતિના પગલે હોસ્પિટલ પર પણ મોટો પોલીસ કાફલો ખડકવામાં આવ્યો હતો.
પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી હતી. ઘટનાની જાણ થતા ડિવાયએસપી, એલસીબી, એસઓજી, અને શહેર પોલીસના પીઆઈ સહિતના અધિકારીઓ દોડી ગયા હતા. પોલીસે હત્યા અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








