Friday, July 3, 2026
HomeGujaratAhmedabadGujarat ACB : ગેરકાયદેસર દિવાલ તોડવાનો ચુકાદો આપવા પેટે લાંચ લેનારા કોર્ટ...

Gujarat ACB : ગેરકાયદેસર દિવાલ તોડવાનો ચુકાદો આપવા પેટે લાંચ લેનારા કોર્ટ કમિશનર એ.એમ. પટેલની ધરપકડ

- Advertisement -

Ahmedabad Court Commissioner caught taking bribe : અમદાવાદ એસીબીની ટીમે (Ahmedabad ACB Team) શહેરના નારણપુરા વિસ્તારમાં એક ટ્રેપ ગોઠવી કોર્ટ કમિશનરને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. એસીબી ટીમના હાથે ઝડપાયેલા કોર્ટ કમિશનરે (આસિ. ક્લાર્ક) ગેરકાયદેસર બાંધકામના મામલામાં ચુકાદો આપવા પેટે 10 હજાર રૂપિયાની લાંચ માગી અને સ્વીકારી છે. એસીબીએ લાંચ કેસમાં અશોક માધવલાલ પટેલની ધરપકડ (Ashok M Patel arrested in bribery case) કરી વધુ તપાસ આરંભી છે.

અમદાવાદમાં રહેતા એક વ્યક્તિએ તેમના પાડોશીએ બંને મકાનની વચ્ચે દબાણ કરી કોમન દિવાલ બનાવી છે તે તોડી કાઢવા માટે નોટિસ આપી હતી. જ્યારે પાડોશીએ દિવાલ તૂટે નહીં તે માટે અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ (City Civil and Sessions Court Ahmedabad) માં દાવો દાખલ થતાં સામા પક્ષે કોર્ટ કમિશનની નોટિસ ફટકારી હતી. સેશન્સ કોર્ટના અપીલ વિભાગના આસિ. ક્લાર્ક અશોક એમ. પટેલને કોર્ટ કમિશનર તરીકેની નિયુક્ત કર્યા હતા. અશોક પટેલે એસીબીના ફરિયાદીની તરફેણમાં ચુકાદો આપવા માટે રૂપિયા 10 હજારની લાંચ માગી હતી. ફરિયાદી લાંચ આપવા માગતા ના હોય તેમણે એસીબી અમદાવાદના અધિકારીનો સંપર્ક કરી જાણ કરી હતી. અશોક પટેલ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ધરતી સર્કલ પાસે 10 હજારની લાંચ સ્વીકારતા ટીમ એસીબીએ ઝડપી પાડી ધરપકડ કરી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular