Sunday, July 5, 2026
HomeGujaratAhmedabad"સ્માર્ટ મીટર બદલવા ગ્રાહકની પૂર્વ સંમતિની જરૂરી નહીં, જૂનું મીટર ફરી લગાવવાની...

“સ્માર્ટ મીટર બદલવા ગ્રાહકની પૂર્વ સંમતિની જરૂરી નહીં, જૂનું મીટર ફરી લગાવવાની માગ ગેરકાયદેસર” : GERC વીજ લોકપાલ

- Advertisement -

Important verdict on the issue of installing smart meters : ગુજરાત વિદ્યુત નિયામક આયોગના વીજ લોકપાલ મહેન્દ્રકુમાર ડી. પટેલે (Mahendrakumar D Patel) સ્માર્ટ મીટરને લઈને મહત્વનો ચુકાદો આપ્યો છે. ચુકાદામાં તેમણે ટાંક્યું છે કે, વીજ વિતરણ કરતી કંપનીઓ ગ્રાહકોના જૂના મીટરના સ્થાને સ્માર્ટ મીટર લગાવી શકે છે અને તે માટે ગ્રાહકની પૂર્વ સંમતિ ફરજિયાત નથી. અત્રે નોંધનીય છે કે, બિલિંગમાં ગરબડના મામલે ગ્રાહકે અપીલ કરી હતી.

ગુજરાત વિદ્યુત નિયામક આયોગ (GERC)ના વીજ લોકપાલ વિરુદ્ધ MGVCL લાલબાગ ડિવિઝન-વડોદરાના કેસમાં મહત્વપૂર્ણ નિર્ણય આપતાં જણાવ્યું છે કે, વીજ વિતરણ કંપનીઓને લાગુ કાયદા અને નિયમો મુજબ સ્માર્ટ મીટર સ્થાપિત કરવાનો અધિકાર છે. માત્ર સ્માર્ટ મીટરનો વિરોધ કરીને જૂનું મીટર ફરીથી લગાવવાની ગ્રાહકની માગ કાયદેસર ગણાશે નહીં. લોકપાલે ગ્રાહકની અપીલ ફગાવી દઈ સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ ગ્રાહકને સ્માર્ટ મીટરની ચોકસાઈ અંગે શંકા હોય તો તે GERC સપ્લાય કોડ મુજબ થર્ડ-પાર્ટી ટેસ્ટિંગ કરાવી શકે છે. માત્ર સ્માર્ટ મીટરનો વિરોધ કરવાના આધારે જૂનું મીટર ફરીથી લગાવવાની માગ સ્વીકાર્ય નહીં ગણાય.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular