નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં શિક્ષણને લઈ મહત્વના સમાચાર મળી રહ્યાં છે. જેમાં UG અને PGની શિક્ષણ માટે UGC દ્વારા મહત્વના નિર્ણયને મંજૂરી આપી દેવામાં આવી છે. આ મંજૂરી મળતા જ ગુજરાત યુનિવર્સિટીમાં UG અને PG ના અભ્યાસક્રમ ઑનલાઈન પધ્ધતીથી ચાલી શકશે. ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થીઓને હવે 6 ઑનલાઈન અભ્યાસક્રમ ઉપ્લબ્ધ કરાવશે જે માટે નવા સત્રથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાશે.
રાજ્યમાં શિક્ષણને લઈ મહત્વના અહેવાલ સામે આવ્યા છે કે હવે અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટી UG તેમજ PGના અભ્યાસક્રમ માટે ઑનલાઈન શિક્ષણ આપશે. ઑનલાઈન અભ્યાસક્રમ માટે યુનિવર્સિટી પાસે હાલ પુરતું સ્ટ્ર્ક્ચર ઉપલ્બધ નહીં હોય નવા સત્રથી વિદ્યાર્થીઓને પ્રવેશ મળી શકશે. સાથે જ શિક્ષણ માટે ફીના ધોરણ પણ નક્કી કરવામાં નથી આવ્યા જે હવે આગામી દિવસોમાં યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કરવામાં આવશે. પરંતુ UGC દ્વારા યુનિવર્સિટીને આ પ્રકારના અભ્યાસક્રમ માટે મંજૂરીની લીલી ઝંડી આપી દેવાતા આગામી દિવસોમાં ઑનલાઈન પ્રકારના કુલ 6 કોર્ષ વિદ્યાર્થીઓ માટે ઉપ્લબ્ધ થશે.
સાથે જ મહત્વની વાત છે કે, ગુજરાત યુનિવર્સિટી કેમ્પસનું વિશાળ પુસ્તકાલય પણ હવે રાત્રિના 10:30 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. હાલ સુધી પુસ્તકાલયનો સમય સવારે 8 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધીનો હતો જે હવે યુનિવર્સિટીની મંજૂરી મળતા વધીને રાત્રિના 10:30 વાગ્યા સુધીનો કરી દેવાયો છે. આમ વિદ્યાર્થીઓને દિવસના વધુ અઢી કલાક પુસ્તકાલયનો ઉપયોગ કરવા મળશે. જેથી શૈક્ષણિક અને સ્પર્ધાત્મક તૈયારી કરતા વિદ્યાર્થીઓને વાંચન માટે વધુ સમય મળી રહેશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








