નવજીવન ન્યૂઝ. વડોદરાઃ Vadodara Accident News: રાજ્યમાં માર્ગ અકસ્માત (Road Accident) રોકવા અંગેના વિવિધ કાર્યક્રમ કરવામાં આવતા હોય છે. તેમ છતાં લોકજાગૃતિ જોઈએ તેટલી સામે આવી નથી રહી. રાજ્યમાં દૈનિક અસંખ્ય માર્ગ અકસ્માત સર્જાઈ રહ્યા છે. જેમાં કેટલાક લોકોને જીવ ગુમાવવાનો વારો પણ આવે છે. ત્યારે વડોદરામાં (Vadodara) પણ એક અકસ્માતનો વીડિયો (Accident Video) સામે આવ્યો છે. જેમાં દિવ્યાંગ તેની માતાને સારવાર માટે લઈ જઈ રહ્યો હતો તે દરિયાન એક કાર ચાલકે ટક્કર મારી હતી. આ બનાવમાં મહિલાનું મોત નિપજ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર, વડોદરાના ગોત્રી વિસ્તારમાં એક દિવ્યાંગ તેના થ્રી વ્હીલર મોપેડ પર માતાને બેસાડીને સારવાર માટે હોસ્પિટલ લઈ જઈ રહ્યો હતો. આ દરમિયાન પાછળથી આવી રહેલી મહિલા કારચાલકે મોપેડને અડફેટમાં લધું હતું. કારની ટક્કરના કારણે માતા પુત્ર ફંગોળાયા હતા. બીજીબાજુ કારની ટક્કરના કારણે મોપેડ 100 મીટર દૂર જઈને ફેન્સીંગમાં ભટકાયું હતું. આ અકસ્માત અંગેના સી.સી.ટી.વી. ફુટેજ સામે આવ્યા છે. ગંભીર અકસ્મતાને પગલે આસપાસ લોકોના ટોળા એકત્રિત થયા હતા અને મદદે આવેલા લોકોએ 108ને ફોન કરી માતા-પુત્રને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં માતાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જોકે અકસ્માત બાદ મહિલા કાર મુકીને ફરાર થઈ ગઈ હતી.
આ અકસ્માતનો ભોગ બનેલા દિવ્યાંગના ભાઈએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, વડોદરાના વાસણા વિસ્તારના રહેવાસી રાજેશભાઈ પરમાર દિવ્યાંગ છે. તેઓ થ્રી વ્હીલર મોપેડ પર માતા સવીતાબહેનને સારવાર માટે ગોત્રી હોસ્પિટલ લઈ જતાં હતા. તે દરમિયાન નીલાંબર સર્કલ નજીક એક કારે મોપેડને ટક્કર મારી હતી. કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા મને ફોન કરીને અકસ્માત અંગેની જાણકારી આપી હતી. આ અકસ્માતમાં રાજેશ અને માતા ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે ગોત્રી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી માતાને વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે સરિતાબહેનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં કાર મુકીને ફરાર થઈ જનાર મહિલાની પોલીસ શોધખોળ શરૂ કરીને કારને કબ્જે લીધી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








