Friday, September 25, 2026
HomeNationalસ્મૃતિ ઈરાનીના રાહુલ પર ચાબખા, દેશને બદનામ કરવાનો લગાવ્યો આરોપ

સ્મૃતિ ઈરાનીના રાહુલ પર ચાબખા, દેશને બદનામ કરવાનો લગાવ્યો આરોપ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. દિલ્હી: Smriti Irani attack on Rahul Gandhi: જ્યારથી રાહુલ ગાંધી ઈંગ્લેન્ડથી પરત ફર્યા છે ત્યારથી તેઓની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં તેમનું સાંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ ભાજપના નેતાઓએ પણ રાહુલ ગાંધીને આડેહાથ લેવાની કોઈ તક છોડતા નથી. રાહુલ ગાંધીએ મોદી અટક (Modi Surname Remarks) અંગે કરેલી વાંધાજનક ટિપ્પણીના મામલાને લઈ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ (Smriti Irani) પણ હવા આપતા રાહુલ ગાંધી પર નિશાન તાક્યું છે. તેમણે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કહ્યું હતું કે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સહિત OBC સમુદાયનું અપમાન કર્યું છે. આ પ્રથમ ઘટના નથી રાહુલ ગાંધી દલિત અને પછાત વર્ગના લોકોનું પણ અપમાન કરવાનો પ્રયાસ કરે છે. તેમણે દેશના પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ દ્રૌપર્દી મૂર્મનું પણ અપમાન કર્યું હતું

તેમણે વધુમાં કહ્યું કે સંસદમાં રાહુલ ગાંધી વડાપ્રધાનને લઈ અપશબ્દોનો ઉપયોગ કરે છે. તેમના પર આરોપો લગાવે છે પણ તે આરોપોની સત્યતા સાબિત કરવામાં નિષ્ફળ નિવડે છે. કોર્ટે રાહુલ ગાંધીને વ્યકિતગત ટિપ્પણી માટે નહીં પણ કોઈ સમુદાયને અપમાનિત કરવાના કેસમાં દોષિત ઠેરવ્યા છે.

- Advertisement -

તેમણે રાહુલ ગાંધીના એક નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ એક નિવેદનમાં કહ્યું હતું કે જયાં સુધી તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની છબી બરબાદ નહીં કરી દે ત્યાં સુધી તેઓ તેમના પર પ્રહાર કરતા રહેશે. તેમજ પ્રધાનમંત્રીને અપમાનિત કરવા કોંગ્રેસે કોઈ કસર બાકી રાખતી નથી. પરંતુ તેઓ પ્રધાનમંત્રીની લોકપ્રિયતા ઘટાડી શક્યા નથી અને દેશ, વિદેશમાં તેમની લોકપ્રિયતા બહોળી સંખ્યામાં વધી છે. સ્મૃતિ ઈરાનીએ ઉમેર્યું હતું કે રાહુલ ગાંધી માનસિક નાદારી જાહેર કરાવી ચુક્યા છે. તેમણે લંડનમાં પણ ભારતને નીચો દેખાડવાનો પ્રયાસ કર્યો છે અને ભારતની લોકશાહી પર સવાલો ઉઠાવ્યા છે. તેઓ સંસદમાં અને સંસદની બહાર પણ ખોટું બોલી રહ્યા છે. પ્રધાનમંત્રીને બદનામ કરવા નવા-નવા પેંતરા રચી રહ્યા છે. પરંતુ પ્રધાનમંત્રી દેશની વિકાસયાત્રાને અટકવા દેશે નહીં.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular