નવજીવન ન્યૂઝ. વડોદરાઃ હાલ સમગ્ર ગુજરાતમાં ડોર ટુ ડોર કચરાનું કલેક્શન તંત્ર દ્વારા કરવામાં આવતું હોય છે. તેમ છતાં કેટલાક લોકો નદી-નાળામાં કચરો ફેંકીને નદીઓ પ્રદૂષિત (River Pollution) કરતાં હોય છે. ત્યારે આવા લોકોને સબક શિખવાડવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનએ (VMC) નવતર પ્રયોગ શરૂ કર્યો છે. વડોદરાની (Vadodara) વિશ્વામિત્રી નદીના પાસપાસની જગ્યાઓમાં તંત્ર દ્વારા સીસીટીવી કેમેરા લગાવામાં આવ્યા છે. જેના આધારે નદીમાં કચરો ફેકતા લોકોની ઓળખ કરીને વડોદરા કોર્પોરેશન દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે.
વડોદરામાં આવેલી વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગર વસવાટ કરે છે, સાથે અન્ય જળચર પ્રાણીઓ પણ વસવાટ કરે છે. આ નદીમાં કેટલાક લોકો દ્વારા કચરો ફેકાતો હોવાની ફરિયાદો સામે આવતા નદીમાં કચરો નાખતા લોકો સામે કાર્યવાહી કરવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નદીની આસપાસ CCTV લગાવામાં આવ્યા હતા. CCTVના આધારે નદીમાં કચરો નાખતા લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વિશ્વામિત્રી નદીમાં બ્રિજ પરથી કચરો નાખતાં 25 લોકો CCTVમાં જોવા મળતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. નદીમાં કચરો નાખનારા 25 લોકો સામે રૂપિયા 25 હજારોનો દંડ ફટકારવામાં આવ્યો છે. કેટલાક લોકો દ્વારા નદીમાં બેફામ રીતે કચરો અને પ્લાસ્ટિક ઠાલવી રહ્યા છે. જેનો ભોગ વિશ્વામિત્રીમાં રહેતા જળચર પ્રાણીઓ બની રહ્યા છે, સાથે આસપાસની રેસ્ટોરન્ટનો વધેલો એઠવાડ ઠાલવવા માટે પણ કેટલાક લોકો ગાડીઓ લઈને આવતા હોવાનું CCTVમાં જોવા મળ્યું છે. વિશ્વામિત્રી નદીમાં બ્રિજ પરથી કચરો ફેંકતા લોકો સામે તેમના વાહન નંબરના આધારે ઓળખ કરીને તંત્ર દ્વારા હાલ કાર્યવાહી કરીને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. સાથે જ તંત્ર દ્વારા વિશ્વામિત્રી નદીમાં કચરો ન નાખવા માટેની અપીલ કરવામાં આવી છે, ત્યારે હવે જોવું રહ્યું કે લોકો તેનું કેટલું પાલન કરે છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








