Sunday, April 19, 2026
HomeGujaratGandhinagarમેડિકલ કોલેજોમાં GMERSએ ફી વધારો પાછો ખેંચ્યો, પ્રવેશનો પ્રથમ રાઉન્ડ રદ

મેડિકલ કોલેજોમાં GMERSએ ફી વધારો પાછો ખેંચ્યો, પ્રવેશનો પ્રથમ રાઉન્ડ રદ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ Gandhinagar News: તાજેતરમાં ગુજરાતમાં GMERS અંતર્ગત આવતી મેડિકલ કોલેજમાં તોતિંગ ફીનો વધારો કરવામાં આવ્યો હતો. GMERS મેડિકલ કોલેજમાં 89 ટકાનો ફી વધારો કરવામાં આવતા રાજ્યભરની મેડિકલ કોલેજમાં ભારે વિરોધ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. જેને લઈને હવે વિદ્યાર્થીઓના હિતમાં GMERSએ ફી વધારાના નિર્ણયને પાછો ખેંચ્યો છે. જેના પગલે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત વિગત અનુસાર, શૈક્ષણિક વર્ષ 2023-24માં પ્રવેશ માટે તબીબી સ્નાતક અભ્યાસક્રમમાં GMERS હેઠળ આવતી અર્ધસરકારી-ખાનગી એવી કુલ 13 મેડિકલ કોલેજની ફીમાં તોતિંગ વધારો કરાયો હતો. જેમાં સરકારી ક્વોટાની શૈક્ષણિક ફી વાર્ષિક રૂપિયા 5.50 લાખ, તેમજ મેનેજમેન્ટ કોટાની શૈક્ષણિક ફી વાર્ષિક રૂપિયા 17 લાખ અને NRI કવોટાની શૈક્ષણિક ફી વાર્ષિક 25,000 અમેરિકી ડોલર નક્કી કરવામાં આવી હતી. અગાઉ GMERS હેઠળ આવતી કોલેજોમાં સરકારી ક્વોટામાં રૂપિયા 3.30 લાખ, મેનેજમેન્ટ કોટાની રૂપિયા 9.07 લાખ અને NRI ક્વોટાની 22,000 અમેરિકી ડોલર ફી હતી.

- Advertisement -

આમ શૈક્ષણિક વર્ષ 2023-24માં પ્રવેશ માટે તબીબી સ્નાતક અભ્યાસક્રમમાં GMERS હેઠળ આવતી કોલેજોમાં 70થી 90 ટકા જેટલો ફીમાં વધારો કરવામાં આવ્યો હતો. GMERS દ્વારા નવી ફી બાબતનો પરીપત્ર તમામ મેડિકલ કોલેજના ડીનને મોકલી દેવામાં આવ્યો છે. આ બાદ રાજ્યભરમાં તબીબી વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ કરતાં આજે ફી વધારો પાછો ખેંચવામાં આવ્યો છે. હવે GMERS હેઠળ આવતી તમામ કોલેજોમાં જૂના માળખા પ્રમાણે જ ફી વસૂલવામાં આવશે. આ વર્ષ માટે ફી વધારો સ્થગિત કરવાના નિર્ણયને પગલે પ્રથમ રાઉન્ડની મેડિકલ-ડેન્ટલની પ્રવેશ કાર્યવાહી રદ કરવામાં આવી છે અને નવા પ્રવેશ કાર્યક્રમની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular