Saturday, May 30, 2026
HomeGeneralવલસાડઃ શિક્ષકે આચાર્યને ભણાવ્યો કાયદાનો એવો પાઠ કે આચાર્યની નોકરી પણ જતી...

વલસાડઃ શિક્ષકે આચાર્યને ભણાવ્યો કાયદાનો એવો પાઠ કે આચાર્યની નોકરી પણ જતી રહી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વલસાડ: Valsad ACB Trap: ગુજરાતમાં 24 કલાકમાં શિક્ષણ જગને કલંકીત કરતી બે ઘટનાઓ સામે આવી છે. જેમાં આજે વડસાડમાં(Valsad) શિક્ષકને (Teacher) કાયમી કરવા માટે આચાર્ય (Principal) દ્વારા 50 હજાર (Bribery) માગવામાં આવ્યા હતા. બીજુ બાજુ દાહોદમાં (Dahod) ગઈકાલે રજાના દિવસે ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શિક્ષકની બદલી માટે લાખો રૂપિયાની માગણી કરવામાં આવી હતી. જોકે બને કિસ્સામાં ACBએ લાંચિયાઓની શાન ઠેકાણે લાવી દીધી છે.

વલસાડમાં શિક્ષકને કાયમી કરવા આચાર્યે રૂ. 50 હજાર માગ્યા

પ્રાપ્ત વિગત અનુસાર, વલસાડના કપરાડા તાલુકમાં ફરિયાદી શિક્ષક સહાયક તરીકે ફરજ બજાવતા હતા. ફરજ પરના પાંચ વર્ષ પુર્ણ થતાં કાયમી શિક્ષક તરીકે નિમણુંક કરવા અને ફુલ પગારમાં મુકવા માટે શિક્ષક દ્વારા અરજી કરવામાં આવી હતી. જે અરજીની કાર્યવાહી કરવા માટે શાળાના વિકાસના નામે અરૂણોદય સાર્વજનિક વિદ્યાલય કપરાડાના ઈન્ચાર્જ આચાર્ય દિલીપ પટેલે રૂપિયા 50 હજાર માગ્યા હતા. જે લાંચની રમક શિક્ષક આપવા માગતા ન હોવાથી આ અંગેની જાણકારી ACBમાં આપીને ફરિયાદ કરી હતી. જે ફરિયાદના આધારે તાપી ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઈનસ્પેક્ટર એસ. એચ. ચૌધરી દ્વારા કપરાડા અરૂણોદય સાર્વજનિક વિદ્યાલય કાર્યાલયની ઓફિસમાં લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન ઈન્ચાર્જ આચાર્ય દિલીપ પટેલ શિક્ષક પાસેથી રૂપિયા 50 હજાર સ્વીકારતા સ્થળ પર ઝડપાઈ ગયો હતો. ACBએ લાંચીયા આચાર્યને ડિટેઈન કરીને વધુ તપાસ શરૂ કરી છે.

- Advertisement -

દાહોદમાં શિક્ષકની બદલી કરવા ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારીએ લાખો રૂપિયા માગ્યા

ફરીયાદી રત્નેશ્વર આશ્રમ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તેમણે આફવા પ્રાથમિક શાળા તાલુકો ફતેપુરામાં બદલી કરવા અરજી કરી હતી. જેથી આફવા પ્રાથમિક શાળા ખાતે બદલીનો હુકમ તા.૨૯/૧૦/૨૦૨૨ના રોજ આપવામાં આવ્યો હતો. આ કામ માટે ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી મયુર પારેખે ફરીયાદી પાસેથી રૂપિયા ૫ લાખની માંગણી કરી હતી. ફરિયાદી સાથેની વાતચીત બાદ રૂપિયા 4 લાખ લેવા સહમત થયા હતા. અગાઉ રૂપિયા 2 લાખ ફરીયાદી પાસેથી ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારીએ લઈ લીધા હતા અને બાકીના લાંચની વારંવર ઉઘરાણી કરતો હતો.

શિક્ષક લાંચની રકમ આપવા માગતા ન હોવાથી આ અંગેની જાણ ACBને કરીને ફરીયાદ આપી હતી. જે ફરીયાદના આધારે ACB પંચમહાલના પોલીસ ઈન્સપેક્ટર વી. ડી. ધોરડા દ્વારા લાંચનું છટકું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીના ક્મ્પાઉન્ડમાં ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી મયુર પારેખ ફરીયાદી પાસેથી રૂપિયા 1 લાખ સ્વીકારી સરકારી વાહનમાં મુકાવતા ઝડપાઈ ગયા હતા. ACBએ ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારીને ડિટેઈન કરી વધુ તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, બોર્ડની પરિક્ષા દરમિયાન દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે ફરજ બજાવતા કાજલ દવે પણ દશ હજારની લાંચ લેતા ACBના હાથે ઝડપાઈ ગયા હતા. બોર્ડની પરિક્ષા ચાલી રહી હોવાથી જિલ્લા શિક્ષણ અધિકારીનો ચાર્જ મયુર પારેખને સોંપવામાં આવ્યો હતો. ત્યારે ચાર્જમાં આવેલા અધિકારીને પણ લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યા હતા. ACBએ ઝડપેલા મયુર પારેખ એક સાથે ત્રણ સરકારી પદ સંભાળતા હતા. તેમણે GCIRT ગાંધીનગર રીડર કાયમી છે. ઉપરાંત ઈન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી (ઉ.મા) દાહોદનો પણ ચાર્જ સંભાળતા હતા.

- Advertisement -

ગુજરાતમાં શિક્ષણનું સ્તર સતત નીચે જઈ રહ્યું છે. તાજેતરમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું. જેમાં રાજ્યમાં ગત વર્ષની સરખામણીમાં 6% ઓછું પરિણામ આવ્યું હતું. જેમાં સતત બીજા વર્ષ સૌથી ઓછુ પરિણામ દાહોદ જિલ્લાનું આવ્યું હતું. સમગ્ર રાજ્યમાં દાહોદ જિલ્લાનું સોથી ઓછુ 29.44 ટકા જેટલું ઓછું પરિણામ આવ્યું હતું. ગત વર્ષે 40.19 ટકા પરિણામ આવ્યું હતું, આ વર્ષે તેના કરતા પણ 10.75% ઓછું પરિણામ આવ્યું હતું. રાજ્યમાં શિક્ષણનું સ્તર ઘટી રહ્યું છે જેમાં ક્યાંકને ક્યાંક જવાબદાર શિક્ષકો અને શિક્ષણ નિતીઓ છે. જો શિક્ષકો પાસેથી બદલી અને કાયમી કરવા માટે લાખો રૂપિયા માગવામાં આવતા હોય તો શિક્ષક વિદ્યાર્થીઓના ભણતર પર ધ્યાન આપે કે પછી લાંચિયાઓને પૈસા આપવાની વ્યવસ્થામાં ધ્યાન આપે?

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular