Thursday, April 16, 2026
HomeGujaratવલસાડના સેગવા ગામે દિવાલ પડતા એક શ્રમિકનું મોત, બે ગંભીરરીતે ઈજાગ્રસ્ત

વલસાડના સેગવા ગામે દિવાલ પડતા એક શ્રમિકનું મોત, બે ગંભીરરીતે ઈજાગ્રસ્ત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વલસાડ: વલસાડ (Valsad) જિલ્લાના સેગવા ગામમાંથી (Segva Village)એક દુર્ઘટના સામે આવી છે. ભારે પવન ફૂંકાતા મકાનની દીવાલ ધરાશાયી (Wall Collapse) થઈ હતી. દિવાલ પાસે ઉભેલા ત્રણ શ્રમિકો દિવાલ નીચે દટાયા હતા. આ દુર્ઘટનામાં એક શ્રમિકનું મોત નિપજ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે. બે શ્રમિકોને ગંભીર ઇજાઓ પહોંચતા આજુબાજુના લોકો મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત શ્રમિકોને સારવાર માટે તાત્કાલિક એમબ્યુલેન્સ મારફતે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. એક શ્રમિકના મૃત્યુની જાણ લોકોએ વલસાડ પોલીસને (Valsad Police) કરતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડના જિલ્લાના સેગવા ગામમાં રહેતા અમિત નાયક બપોરે 12 વાગ્યાની આસપાસ ઘરની નજીક આવેલી દિવાલ પાસે અન્ય બે શ્રમિકો સાથે ઉભા હતા. આ દરમિયાન પૂરઝડપે પવન ફૂંકાતા જર્જિરત દિવાલ ત્રણેય શ્રમિક પર પડી હતી. જેના કારણે દિવાલ નીચે ત્રણ શ્રમિક દટાઈ જતા અમિત નાયકનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નિપજ્યું હતું. બીજા બે શ્રમિકોએ બૂમાબૂમ કરતા આસપાસના રાહદારીઓ પણ શ્રમિકોની મદદે દોડી આવ્યા હતા. બંને શ્રમિકોને ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

- Advertisement -

એક શ્રમિકનું મૃત્યુ થતા લોકોએ આ અંગે વલસાડ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. લોહીલુહાણ હાલતમાં પડેલા મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે વલસાડના સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ મૃતકના પરિવારને કરવામાં આવતા પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular