Thursday, April 16, 2026
HomeNationalકેન્દ્રએ નેહરુ મેમોરિયલનું નામ બદલ્યું, વાંચો શું આપ્યું નવું નામ અને કેમ...

કેન્દ્રએ નેહરુ મેમોરિયલનું નામ બદલ્યું, વાંચો શું આપ્યું નવું નામ અને કેમ થયું આવું?

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ જે સ્થળ પર 16 વર્ષ નિવાસ કર્યો અને દેહત્યાગ કર્યો તે સ્થળ નેહરુ મેમોરિયલ (Nehru Memorial Museum) તરીકે ઓળખાતું હતું. આ સ્થળનું નામ હવે મોદી સરકારે બદલી પી.એમ. મેમોરિયલ (PM Memorial) કરી દેતા વિવાદ જાગ્યો છે. આ મામલે કોંગ્રેસે (Congress) આરોપ કર્યા છે કે આ સંકુચિતતા અને બદલાનું પરિણામ છે.

મળતી વિગતો અનુસાર આજરોજ ગુરુવારે દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઇ હતી. જે બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે હવેથી નેહરુ મેમોરિયલનું નામ બદલી પી.એમ મેમોરિયલ કરવામાં આવે છે. મહત્વની વાત છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નેહરુ મેમોરિયલ મ્યુઝિમ અને લાયબ્રેરીના અધ્યક્ષ છે જ્યારે રાજનાથ સિંહ ઉપાધ્યક્ષ છે. આ ઉપરાંત અમિત શાહ, નિર્મલા સીતારમણ, અનુરાગ ઠાકુર, ધર્મેન્દ્ર પ્રધાન અને જયકિશન રેડ્ડી સહિત કુલ 29 સભ્યો સોસાયટીમાં સામેલ છે.

- Advertisement -

જે નેહરુ મેમોરિયલનું નામ બદલી દેવામાં આવ્યું છે તેનું ઈમારત બ્રિટિશકાલિન છે. જે એડવિન લ્યુટિયન્સની રાજધાનીનો હિસ્સો હતું. જેને તીન મૂર્તિ ભવનના નામે પણ ઓળખવામાં આવે છે. ઉપરાંત આ સ્થળ બ્રિટિશ શાસન સમયે ભારતના કમાન્ડર-ઈન-ચીફનું સત્તાવાર નિવાસ સ્થાન રહ્યું હતું. પરંતુ સ્વતંત્રતા બાદ વર્ષ 1948માં પંડિત નેહરુ દેશના પ્રથમ પ્રધાનમંત્રી બન્યા ત્યારે તીન મૂર્તી ભવન તેમનું સત્તાવાર નિવાસ સ્થાન બની ગયું હતું. આ ઘરમાં જવાહરલાલ નેહરુએ 16 વર્ષ સુધી નિવાસ કર્યા બાદ ત્યાં જ અંતિમ શ્વાસ લીધા હતા. જેના કારણે તીન મૂર્તી ભવનને નેહરુની સ્મૃતિમાં ‘નેહરુ મ્યુઝિયમ અને મેમોરિયલ’ તરીકે ઓળખ આપી દેવાઈ હતી. પણ હવે કેન્દ્ર સરકારે તેનું નામ બદલી ‘પી.એમ. મ્યુઝિયમ અને સોસાયટી’ કરી દીધું છે.

નામ બદલવાના આ નિર્ણય બાબતે કોંગ્રેસના નેતાઓએ ભાજપની ટિકા કરી હતી. સાથે જ કોંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે પણ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. રમેશે ટ્વિટ કરી કહ્યું છે કે, ‘નામમાં ફેરફારએ બદલો અને સંકૂચિત માનસિકતાનું પરિણામ છે.’ છેલ્લા 5 દાયકાથી વધુ સમયથી નેહરુ મેમોરિયલમાં રહેલા પુસ્તકના ખજાનાનો કેટલાય લોકોએ લાભ લીધો છે. પણ મોદી ભારતીય રાષ્ટ્ર રાજ્યના શિલ્પકારના વારસદારોને બદનામ કરવાનું કાવતરું ચાલી કર્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં જ પ્રધાનમંત્રીએ તીન મૂર્તી સંકૂલને તમામ વડાપ્રધાનોને સમર્પિત કરવા માટેની વાત કરી હતી. જે પ્રસ્તાવ મુક્યા બાદ 25 નવેમ્બરના રોજ NMMLની 162મી આ બેઠકમાં દરખાસ્ત મંજૂરી આપવામાં આવી હતી.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular