Sunday, July 13, 2025
HomeGujaratGandhinagarવાવાઝોડામાં સ્થળાંતરિત કરાયેલા નાગરિકો માટે કેશડોલની જાહેરાત, પુખ્યવયના નાગરિકને રૂ.100 બાળકને રૂ....

વાવાઝોડામાં સ્થળાંતરિત કરાયેલા નાગરિકો માટે કેશડોલની જાહેરાત, પુખ્યવયના નાગરિકને રૂ.100 બાળકને રૂ. 60 ચૂકવાશે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં ગરીબ અને સામાન્ય નાગરિકોને માઠી અસર પહોંચી છે. વળી જે નાગરિકો ભયજનક વિસ્તારમાં હતા તેમને સ્થળાંતરિત કરી સલામત સ્થળે ખસેડવામાં આવતા તેમની રોજી-રોટી પણ બંધ થઈ ગઈ હતી. પરંતુ સ્થળાંતરિત થયેલા નાગરિકોને કેશડોલ ચૂકવણી કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

મળતી વિગતો અનુસાર બિપોરજોય વાવાઝોડાના પગલે અસરગ્રસ્ત વિસ્તારોમાં જે નાગરિકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા તેમના માટે રાજ્ય સરકારે મહત્વનો ઠરાવ કર્યો છે. જેમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે, બિપોરજોય વાવાઝોડા પગલે આગમચેતીના પગલા લેતા જે નાગરિકોને સુરક્ષિત સ્થાને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા તેમના માટે કેશડોલ જાહેર કરવામાં આવે છે. આ કેશડોલની રકમ નાગરિકોના બેન્ક ખાતામાં સીધી જ જમા કરવી હાલ વાવાઝોડાથી થયેલા નુકશાનના કારણે મુશ્કેલ હોય તે રકમ રોકડેથી ચૂકવવામાં આવશે.

- Advertisement -
Biparjoy Cyclone Affected People
Biparjoy Cyclone Affected People

રાજ્ય સરકારે ઠરાવમાં જણાવ્યું છે કે જે નાગરિકો સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા તેમને જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુ મળી રહે માટે કેશડોલની રકમ ચૂકવવામાં આવશે. જેમાં પુખ્ય વયના નાગરિકોને રૂપિયા 100 જ્યારે બાળક દિઠ રૂપિયા 60 પ્રતિદિનનું ચૂકવણું કરવામાં આવશે. આ રકમ પાંચ દિવસ સુધીની જ ચૂકવવાની રહેશે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular