નવજીવન ન્યૂઝ. વડોદરા: અમદાવાદમાં તાજેતરમાં જ ચાના પેપર કપ પર AMCએ પ્રતિબંધ (Paper Cups Ban )લગાવ્યો છે. ત્યારે હવે વડોદરા (Vadodara) પણ અમદાવાદના માર્ગે આગળ વધ્યું છે અને પેપર કપ પર પ્રતિબંધ લગાવ્યો છે. મહત્વની વાત છે કે અમદાવાદની માફક વડોદરામાં પણ ચાના પેપર કપનો મોટી માત્રામાં કચરો થતો જોવા મળતા આ નિર્ણય કરવામાં આવ્યો છે.
લોકોના સ્વાસ્થ્ય સાથે સ્વચ્છતાને ધ્યાને રાખી વડોદરા મહાનગરપાલિકાએ પણ અમદાવાદ મહાનગરપાલિકાની જેમ ચાના પેપર કપ પર પ્રતિબંધ લગાવ્યો છે. વડોદરા મહાનગરપાલિકાએ ચાના કપ પર પ્રતિબંધ લગાવી કેટલાક વિસ્તારોમાં કાર્યવાહી પણ કરી હોવાના અહેવાલ છે. ત્યારે હવે ચાની લારી-ગલ્લા ધારકોને ચા માટે કુલડ અથવા કાચના કપનો ઉપયોગ કરવો પડશે.
આ પણ વાંચો: અમદાવાદમાં પેપર કપ પર પ્રતિબંધના નિર્ણય મામલે અસમંજસતા, જોઈએ શું થાય છે
મહત્વની વાત છે કે અમદાવાદમાં મહાનગરપાલિકા કમિશનર દ્વારા પેપર કપ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે આ નિર્ણયને લઈ સત્તાધીશો અને અધિકારીઓ આમને-સામને છે. જેના કારણે હાલ આ નિર્ણયને લઈ અસમંજસ સર્જાય છે. ત્યારે હવે વડોદરામાં પણ ચાના પેપર કપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796