નવજીવન ન્યૂઝ. મોરબી: મોરબીનો ઝૂલતો પુલ તૂટી (MorbI Bridge Collapse Update) પડતા 135 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા. આ ચકચારી ઘટનાના પડઘા રાષ્ટ્રીયસ્તર સુધી પડ્યા હતા અને સરકારને અને મોરબી નગરપાલિકા પર ફિટકાર વરસી હતી. અને પુલના મેનેજમેન્ટનો કોન્ટ્રાક્ટ ધરાવતી ઓરેવા કંપનીના એમ.ડી. જયસુખ પટેલ (Oreva Company MD Jaysukh Patel) વિરૂધ્ધ કાર્યવાહીની માગણી ઉઠી હતી. ત્યારે ઘટનાના ત્રણ મહિના કરતા વધારે સમય બાદ જયસુખ પટેલે સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે.
ગત વર્ષે 30 ઑક્ટોબરના દિવસે મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતા મચ્છુનો પટ લાશોથી ભરાઈ ગયો હતો. આ ઘટનામાં 135 જેટલા નિર્દોષ લોકોના મોત નિપજ્યાં હતા અને કેટલાય ઘાયલ થયા હતા. દુર્ઘટનાને પગલે ઝૂલતા પુલના મેનેજમેન્ટના કોન્ટ્રાક્ટ ધારક ઓરેવા કંપનીના એમ.ડી. જયસુખ પટેલ પણ વિવાદમાં આવ્યા હતા. કારણ કે કંપની દ્વારા સામાન્ય વેલ્ડીંગ કામ કરતી પેઢીને પુલના સમારકામની જવાબદારી સોંપવામાં આવી હતી. ઘટના બાદથી ઓરેવાના માલિક જયસુખ પટેલ ભુગર્ભમાં ઉતરી ગયા હતા અને લોકો દ્વારા સતત પોલીસ કાર્યવાહીની માગણી કરવામાં આવી રહી હતી. તેવામાં અચાનક જ જયસુખ પટેલે સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે.
આ પણ વાંચો: મોરબીમાં વધુ એક દુર્ઘટના ટળી, સ્કૂલ બસ નીકળી તે સમયે જ બન્યો આવો બનાવ- જુઓ VIDEO
અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીના ઝૂલતા પુલ તૂટવાની ઘટના સંદર્ભે દાખલ થયેલી એફ.આઈ.આર.માં જયસુખ પટેલનું નામ સુધ્ધા લખવામાં આવ્યું નથી. ત્યારે જયસુખ પટેલે કોર્ટ સમક્ષ આગોતરા જામીન માટે અરજી કરતા તર્ક વિતર્ક સર્જાયા છે. મહત્વની વાત છે કે, જયસુખ પટેલે સેસન્સ કોર્ટમાં કરેલી આગોતરા જામીન પર આવતીકાલે શનિવારે તારીખ 21ના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.
Tag: MorbI Bridge Collapse Update
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796