નવજીવન ન્યૂઝ. વડોદરા: હાલ ગુજરાતથી મુંબઈને ઝડપી કનેક્ટિવિટી મળી રહે તે માટે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. ત્યારે બુલેટ ટ્રેનની (Bulllet Train) કામગીરી દરમિયાન વડોદરામાંથી (Vadodara) મોટી દુર્ઘટના સામે આવી છે. બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન બ્રિજ પર ક્રેન તૂટી પડતા 8થી 9 લોકો ક્રેન નીચે દટાયા હતા. દુર્ઘટના પગલે આસપાસના કર્મચારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ લોકોએ ફાયર વિભાગને કરતા ફાયર વિભાગના જવાનો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બ્રિજ નીચે દટાયેલા લોકોનું રેસ્કયૂ ઓપરેશન હાથધર્યું હતું. આ દુર્ઘટનામાં એક શ્રમિકનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય 7 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. જે તમામને સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટમાં લઈ જવામાં આવ્યા છે. ઘટનાની જાણ કરજણ પોલીસને થતાં પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને શ્રમિકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વડોદરાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, વડોદરાના કરમડી નજીક બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન આજરોજ સવારે કેટલાક શ્રમિકો બુલેટ ટ્રેનના પિલર પાસે કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક ક્રેન તૂટી પડતાં બ્રિજ પર કામ કરી રહેલા 8થી 9 શ્રમિક પર ક્રેન પડી હતી. જેના કારણે આસપાસના અન્ય શ્રમિકો ઈજાગ્રસ્તો પાસે દોડી આવ્યા હતા અને બચાવ માટેના પ્રત્યન હાથધર્યા હતા. આ અંગે લોકોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રેસ્કયૂ ઓપરેશન હાથધર્યું હતું. જેમાં કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાં એક શ્રમિકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય 7 જેટલા શ્રમિકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે એમબ્યુલેન્સની ટીમ પણ દોડી આવી હતી અને તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ કરજણ પોલીસને થતાં પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને શ્રમિકના મૃતદેહને વડોદરાની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. તેમજ મૃતકના પરિવારની ઓળખ કરવાની તજવીજ હાથધરી છે. હાલ પોલીસ દ્વાર બુલેટ ટ્રેન કામગીરી દરમિયાન કોઈ બેદરકારીને કારણે આ ઘટના બની છે કે કેમ તે તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








