નવજીવન ન્યૂઝ. ગીર સોમનાથ: ગુજરાતમાં અવાર-નવાર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. માર્ગ અકસ્માતમાં અનેક લોકો પોતોનો જીવ ગુમાવી રહ્યા છે. જેમાં કેટલાક કિસ્સાઓમાં મોટા વાહનોની બેદરકારી અને ગફલતભરી ડ્રાઈવિંગ કારણે નાના વાહનચાલકોનો ભોગ લેવાતો હોય છે. ત્યારે વધુ એક ગોઝારા અકસ્માતની ઘટના ઉનાના દેલવાડા રોડ પરથી સામે આવી છે. બેફામ ગતિએ આવી રહેલા ડમ્પરે બાઈક પર જઈ રહેલા દંપતીને ટક્કર મારી હતી, જેના કારણે દંપતી જમીન પર પટકાયું હતું. ત્યારે ડમ્પરનું ટાયર ટાયર મહિલા પર ફરી વળતા તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે પુરુષને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ઉનાની સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગીર ગઢડા તાલુકાનું દંપતી બાઈક પર ઉના આવી રહ્યું હતું. દંપતી વિદ્યાનગર વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું, તે દરમિયાન પૂરઝડપે દોડી રહેલા ડમ્પર GJ 032 T 7113 દંપતીના બાઈકને ટક્કર મારી હતી. જેના કારણે દંપતી ફંગોળાઈ જમીન પર પટકાયું હતું. આ દરમિયાન ડમ્પરના પાછળનું ટાયર મહિલા પર ફરી વળ્યુ હતુ. જેના પગલે મહિલાનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મૃત્યુ થયું હતું, જ્યારે પુરુષને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ડમ્પર ચાલક અકસ્માત સર્જાયા બાદ ડમ્પર મૂકી ભાગી ગયો હતો. ઘટનાને પગલે આસાપાસના લોકો પણ ઈજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. બેભાન પડેલા પુરુષને તાત્કાલિક સારવાર માટે ઉનાની સરકારી હોસ્પિટલ મોકલી આપ્યા હતા. જ્યારે મહિલાને મોતના પગલે લોકોએ પોલીસને જાણ કરતા ઉના પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઉનાની સરકારી હોસ્પિટલ મોકલી આપ્યો હતો.
આ બનાવને પગલે ઉના પોલીસે ડમ્પરને ડિટેઈન કરી અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક વિરુદ્ઘ અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી તેની ધરપકડ કરવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉના નવી જેટી કામગીરી ચાલી રહી છે. તે દરમિયાન ડમ્પર ચાલકો બેફામ બની જાહેર રસ્તા પર ડમ્પર દોડવી રહ્યા છે જેના કારણે અવાર-નવાર અકસ્માતની ઘટના બની રહી છે. જેના પગલે પોલીસ દ્વારા આવી ઘટનાઓને રોકવા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠી છે.
મૃતકનું નામ
મનિષાબેન મોહનભાઈ વંશ ઉમર વર્ષ 31
ઈજાગ્રસ્તનું નામ
મોહનભાઈ ભીખાભાઈ વંશ ઉંમર વર્ષ 35
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








