Tuesday, May 26, 2026
HomeGujaratVadodaraગુજરાતનાં સાયબર ક્રાઇમની તપાસ ચીન સુધી પહોંચી, લોનના નામે કરતાં હતા કરોડોની...

ગુજરાતનાં સાયબર ક્રાઇમની તપાસ ચીન સુધી પહોંચી, લોનના નામે કરતાં હતા કરોડોની ઠગાઇ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરા: Vadoadra Cyber Crime News: આજકાલ સોશિયલ મિડિયાના જમાનમાં કેટલાક સાયબર ભેજાબાજો સક્રિય બન્યા છે. જ્યાં સાયબર ગાઠિયાઓ દ્વારા લોકોને જુદી જુદી લાલચો આપી છેતરપિંડી, વિશ્વાસઘાત સહિતની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. સાયબર ક્રાઈમ દ્વારા લોકોને લોભમણી ભ્રામક જાહેરાતોથી દૂર રહેવા વારંવાર પ્રયાસો કરવામાં આવે છે. છતાં પણ લોકો સાયબર ગઠિયાઓનો શિકાર બની રહ્યા છે. તે વચ્ચે વડોદરા (Vadodara)સાયબર સેલને (Cyber Cell) મોટી સફળતા હાથ લાગી છે. જેમાં સાયબર સેલે આતરરાષ્ટ્રીય કૌભાંડનો (International Scam) પર્દાફાશ કર્યો છે. જેના તાર ચીન સુધી અડેલા છે. જેમાં ભારતીય ઠગિયાઓની મદદથી ચીનીઓ દ્વારા લોન આપવાના બહાને કરોડો રૂપિયા પડાવ્યા હોવાનું ચોકાંવનારો ખુલાસો થયો છે. જે મામલે પોલીસને 1 એકાઉન્ટમાંથી 55 કરોડના ટ્રન્ઝકેશનના થયા હોવાના પુરાવા પણ હાથ લાગ્યા છે. આ કૌભાંડથી જોડાયેલા 5 જેટલા આરોપીઓની સાયબર સેલ દ્વારા ધરપકડ કરી સમ્રગ કેસની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ઉમંગ પટેલ નામનો શખ્સ છે. જે મૂળ છોટા ઉદેપુરનો રહેવાસી છે, જેણે પોતાના ચાલક અને શાતિર દિમાગથી ચાઈનીઝ લોકો સાથે મળી અત્યાર સુધી ભારતીયોના કરોડો રૂપિયા ચાઊ કરી ચૂક્યો છે. જેમાં કરોડો રૂપિયા તેણે ઓનલાઈન ડમી એકાઉન્ટ બનાવી ચીન ખાતે ટ્રાન્ઝકેશન કર્યા હોવાના ઘટસ્ફોટ થયો છે. જે મામલે પોલીસ દ્વારા ઉમંગ પટેલની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, છેલ્લા દોઢ વર્ષથી લોન આપવાને બહાને ઉમંગ પટેલ લોકો સાથે ઠગાઈ અચરતો હતો અને લોકોના પૈસા ડમી એકાઉન્ટ થકી ચાઈના મોકલતો હતો. એક એકાઉન્ટમાંથી 55 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝકેશન કર્યું હોવાનું પણ પોલીસના ધ્યાન આવ્યું છે. કુલ 30 જેટલા અલગ અલગ એકાઉન્ટ આરોપી સાથે સંકળાયેલા છે. જેમાંથી 10 કરંટ એકાઉન્ટ હોવાથી કરોડો રૂપિયાની માતબર રકમનું ટ્રાન્ઝકશન થયું હોવાની શક્યતા વ્યકત કરાઈ રહી છે.

- Advertisement -

ઠગ ઉમંગ પટેલ માર્ચ મહિનામાં મલેશિયા ગયો હતો. જ્યા તે ચાઈનીઝ લોકોના સંપર્કમાં આવ્યો હતો. મલેશિયાની એક કોર્પોરેટ બિલ્ડિંગમાં તેણે ચાઈનીઝ લોકો સાથે બેઠક કરી બે દિવસ સુધી મલેશિયામાં રોકાણ કર્યું હતું અને ચાઈનીઝ વ્યક્તિઓ પાસેથી તાલીમ મેળવી સમ્રગ કૌભાંડ પાર પાડવા રૂપરેખા નક્કી કરી હતી.

ઉમંગ પટેલ મલેશિયામાંથી ટ્રેનિંગ મેળવ્યા બાદ ભારત આવ્યો હતો. જ્યા તેણે ખેડૂતો, બિલ્ડરો અને વેપારીઓને લોન આપવાની લાલચ આપી તેમના નામે એકાઉન્ટ ખોલાવી કરોડો રૂપિયા ચાઊ કરી લીધા હતા. જોકે સમ્રગ રેકેટ ગુજરાત સહિત ઓડિશા, પશ્રિમ બંગાળ, બિહાર, દિલ્હી સુધી પથરાયેલો હોવાનું પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે. જેમાં ગઠિયાઓ લોન આપવાના બહાને પૈસા પડાવતા હોવાની ફરિયાદ વડોદરા સાયબર ક્રાઈમમાં નોંધાઈ હતી. જ્યાં પોલીસે તપાસ કરતા સમ્રગ કૌભાંડ મામલે 5 જેટલા વ્યક્તિઓની ધરપકડ કરી છે. જેમાં મુખ્ય સૂત્રધાર ઉમંગ પટેલની પૂછપરછ કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં અનેક ચોકાંવનારા ખુલાસ થયા તેવી શક્યતા સેવાઈ રહી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular