નવજીવન ન્યૂઝ. વલસાડ: Valsad News: રાજ્યમાં આપઘાતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં ઘણી વાર આર્થિક સંકળામણ, તો ઘણી વાર પ્રેમ પ્રકરણ, તો કેટલીક વખત ભણતરનો ભાર જેવા કારણોના લીધે લોકો જીવન ટૂંકાવી રહ્યા છે. આવો જ એક કિસ્સો વલસાડમાં સામે આવ્યો છે, જેમાં વિદ્યાર્થિનીએ પરીક્ષામાં નાપાસ થતાં આત્મહત્યા કરી લીધી છે. આજે ગુજરાતમાં ધોરણ 12 સાન્યસનું પરિણામ (GSEB 12th Results 2023)જાહેર થયું હતું, આ પરિણામમાં વલસાડના (Valsad) પારડી તાલુકાની યુવતીએ સતત બીજા વખત નાપાસ થતા હતાશ થઈને નદીમાં જંપલાવી જીવન (Girl Suicide) ટૂંકાવ્યુ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડ જિલ્લાના પારડી તાલુકાના વાઘછાપી ગામમાં રહેતી યુવતી સાન્યસમાં અભ્યાસ કરતી હતી. જોકે એકવાર તે નાપાસ થઈ હોવાથી ફરી બીજા વખત તેણે રિપીટર તરીકે ધોરણ 12 સાન્યસની પરીક્ષા આપી હતી. આજે જાહેર થયેલા પરિણામમાં ફરી એકવાર નાપાસ થયા હોવાનું પરિણામ આવતા યુવતી ખૂબ જ હતાશ થઈ હતી. જેમાં તે પિતા સાથે વાતચીત કરતા રડવા લાગી હતી. પિતાએ રડીશ નહી ઘરે જા એમ કહી આશ્વાસન આપ્યું હતું. પરંતુ યુવતીએ સતત બીજા વખત સફળતા ન મળતા રસ્તા પરથી જતા સમયે પાર નદીમાં જંપલાવી મોતને વહાલું કર્યું હતું. દીકરીના મૃત્યુના સમાચારથી માતા-પિતાના માથે આભ તૂટી પડ્યુ હતું.
યુવતીએ નદીમાં આપઘાત કરતા કેટલાક લોકોએ તેને રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ વિદ્યાર્થિનીએ નદીની વચ્ચેના ભાગે જંપાલવી આત્મહત્યા કરી હતી. પાણીમાં ડૂબી જવાથી કમનસીબે યુવતીનું મૃત્યુ નિપજ્યું હતું. ઘટનાને પગલે પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદ લઈ યુવતીનો મૃતદેહ બહાર કાઢવાની તજવીજ હાથધરી હતી. આ ઘટનાના પગલે પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી યુવતીનો મૃતદેહ પોસ્ટમાર્ટમ અર્થે નજીકની હોસ્પિટલ મોકલ્યો હતો. ઘટનાને પગલે યુવતીના માતા-પિતા પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. દીકરીના મૃત્યુથી માતા-પિતાના હૈયફાટ રૂદનથી માહોલ શોકમગ્ન બન્યો હતો.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








