નવજીવન ન્યૂઝ, વડોદરા : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે (Arvind Kejriwal on a tour of Gujarat) છે. વડોદરા એરપોર્ટ પર કેજરીવાલનું આગમન થતાં તેમનું પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ચૈતર વસાવા સહિત પક્ષના આગેવાન/કાર્યકરોએ સ્વાગત કર્યું હતું. ગુજરાત આવતાની સાથે જ અરવિંદ કેજરીવાલે નીટ પેપર લીક (NEET Paper Leak) અને પેટ્રોલ-ડીઝલની સમસ્યાને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે નીટની પરીક્ષા આપવા જનારા વિદ્યાર્થીઓ માટે ફ્રી બસની સુવિધા પૂરી પાડવાની પંજાબ સરકારે કરેલી જાહેરાત (Punjab government to provide free bus facility to NEET examinees) નો ઉલ્લેખ કર્યો છે. આમ આદમી પાર્ટીની ઐતિહાસિક જીત એટલે નર્મદા જિલ્લા પંચાયતને લઈને અરવિંદ કેજરીવાલ આવતીકાલે રાજપીપળા ખાતે થનારા ભવ્ય રોડ શોમાં હાજરી આપવાના (Arvind Kejriwal will attend the road show) છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, નીટ પેપર લીક થતાં 22 લાખ વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા છે, સેંકડો વિદ્યાર્થીઓ દુઃખી થયા છે અને અનેક ડીપ્રેશનમાં આવી ગયા છે. પંજાબ સરકારે જેમ નીટની પરીક્ષા આપવા જનારા વિદ્યાર્થીઓ માટે ફ્રી બસની સુવિધા કરી છે તેમ ગુજરાત સરકારે પણ આવી વ્યવસ્થા કરવી જોઈએ તેવી સલાહ આપી હતી. પેટ્રોલ અને ડીઝલની અછત (Shortage of petrol and diesel) ના કારણે લોકો મુશ્કેલીમાં છે. ખેડૂતોને ડીઝલ નહીં મળે તો ખેતી કેવી રીતે કરશે ? તેવો મોટો સવાલ મોદી સરકારને કર્યો (Arvind Kejriwal poses a big question to the Modi government) છે. રશિયા તેમજ ઇરાન પાસેથી સસ્તું ક્રૂડ ઑઈલ અને ગેસ ખરીદવાની માટે ભારત સરકારને અપીલ કરી છે.








