નવજીવન ન્યૂઝ, વડોદરા : વડોદરાના ડેસર પંથકમાં ગેરકાયદે રેતી ખનન દરમિયાન બે લોકો ભેખડ નીચે દટાઈને મૃત્યુ (Two killed during illegal mining in Desar Vadodara) પામતા પોલીસે ખનન માફિયાઓ સામે ફરિયાદ નોંધી છે. ડેસર પોલીસે ત્રણ ખનન માફિયાઓ સામે ગુનો નોંધી (Police register FIR against mining mafia) તેમની શોધખોળ આરંભી છે.
ગત શુક્રવારે મોડી રાત્રે ડેસર તાલુકાના જુના શિહોરા ગામની સીમમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. માટીની ભેખડ અચાનક ધસી પડતાં હિટાચી મશીનના ઓપરેટર અને ટ્રક કંડક્ટર સહિત બે કામદારો સુભાષ યાદવ અને રોહિત માળી માટી નીચે દટાઈ જતાં મોતને ભેટ્યા હતા. આ અકસ્માત બાદ ખનન સાથે સંકળાયેલા શખસો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ડેસર પોલીસે (Desar Police) કેતન ખુમાનસિંહ ચૌહાણ (રહે. ખોરવાડ), વિક્રમ બાબુભાઈ પરમાર તથા ગોપી ભલસિંહ ઉર્ફે કિરીટસિંહ પરમાર (બન્ને રહે. શિહોરા) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.








