નવજીવન ન્યૂઝ, વડોદરા : વડોદરાના કરજણ તાલુકાના અભરા ગામે ટ્રોલીમાંથી ખાતર ખાલી કરવા થયેલી બોલાચાલીમાં યુવકની હત્યા (Murder in Karjan Vadodara) કરી દેવાઈ છે. હત્યાની ઘટના બનતા વડોદરા ગ્રામ્ય પોલીસે આરોપીને ઝડપી લીધો છે.
અભરા ગામે રહેતા સુનિલભાઈ રાઠોડીયા અવે ગણપતભાઈ રાઠોડીયા વચ્ચે ટ્રેક્ટરની ટ્રોલીમાંથી ખાતર ખાલી કરવા મુદ્દે બોલાચાલી થઈ હતી. બોલાચાલી ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા સુનિલ રાઠોડીયાએ ગણપતભાઈના માથા પર પાવડો ફટકાર્યો હતો. માથાના ભાગે ગંભીર ઈજા થતાં ગણપતભાઈ ફસડાઈ પડ્યા હતો. આસપાસમાંથી એકઠાં થયેલા લોકો લોહીલુહાણ હાલતમાં જમીન પર પડેલા ગણપતભાઈને હૉસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. કરજણ પોલીસ સ્ટેશન ખાતે આ મામલે હત્યાનો ગુનો (Karjan police registered a murder case) નોંધી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો.








