Wednesday, July 22, 2026
HomeNationalદિલ્હીના દારૂ કૌભાંડ કેસના આરોપ મામલે રાઘવ ચઢ્ઢાનો સ્ફોટક ખુલાસો

દિલ્હીના દારૂ કૌભાંડ કેસના આરોપ મામલે રાઘવ ચઢ્ઢાનો સ્ફોટક ખુલાસો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. દિલ્હી: દિલ્હીમાં ચકચારી દારૂ કૌભાંડ કેસમાં CBIએ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. તેમજ થોડાક સમય અગાઉ દારૂ કૌભાંડ કેસમાં CBIએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પણ પૂછપરછ કરી હતી, ત્યાર બાદ આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ દારૂ કૌભાંડ કેસમાં સામેલ હોવાના આરોપને લઈ સાંસદે મહત્વના ખુલાસા કર્યા છે.

ઉલ્લેખનીય છે કે મનીષ સિસોદિયાના પૂર્વ સચિવ સી. અરવિંદે CBIની પૂછપરછમાં કહ્યું કે મનીષ સિસોદિયાને ઘરે થયેલી બેઠકમાં રાઘવ ચઢ્ઢા પણ સામેલ હતા. જોકે CBIએ ચાર્જશીટમં રાઘવ ચઢ્ઢાને આરોપી બનાવ્યા ન હતા. સાથે હજુ સુધી પૂછપરછ પણ કરી નથી. બીજી તરફ રાઘવ ચઢ્ઢાએ દારૂ કૌભાંડ નામ સામે આવતા તેમણે આરોપોને ફગાવતા કહ્યું કે અમુક મીડિયા ખોટી માહિતી આપી રહ્યા છે.

- Advertisement -

રાઘવ ચઢ્ઢાએ શું કર્યા ખુલાસા ?

રાઘવ ચઢ્ઢાએ આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની (ED) ફરિયાદમાં મારા નામ આપતા સમાચાર લખાણ, રિપોર્ટ તદ્દન પાયાવિહોણા છે. મારી પ્રતિષ્ઠા અને વિશ્વનીયતાના હાનિ પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. પ્રવર્તમાન સમયે CBI દ્વારા કોઈ પણ ફરિયાદમાં મને આરોપી કે સંદિગ્ધ રીતે મારો નામ સામેલ કર્યું નથી. ફરિયાદમાં મારા નામનું કોઈ ઉલ્લેખ નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, આનાથી આ પ્રતિત થાય છે. કોઈપણ મીટીંગમાં હાજર વ્યક્તિ તરીકે મારા નામનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે, મારા લગાવેલા આરોપ કરનારા શખ્સ કોણ છે તે સ્પષ્ટ થયું નથી. તેમણે આરોપોનું ખંડન કરતા અમુક મીડિયા અને અખબારોને અનુરોધ કરતા કહ્યું કે, ખોટું રિપોર્ટિગ ન કરે અને પહેલા મુદ્દાઆઓ સ્પષ્ટ કરે નહીંતર મારે કાર્યવાહી કરવાની ફરજ પડશે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular