સોના ચાંદી પર વર્તમાન ઈફેક્ટીવ આયાત જકાત ૬ ટકા યથાવત
શેરબજારની મંદીનો લાભ બુલિયન ડીલરો અને જવેરીઓને
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): અંદાજપત્ર ૨૦૨૫-૨૬માં (Union Budget 2025)બુલિયન બજાર માટે કોઈ નવી દરખાસ્તો નથી કરવામાં આવી. પણ નાણાપ્રધાને બજારને એવા સંકેત જરૂર આપ્યા છે કે ૧ મે ૨૦૨૫ પછીથી સોનાચાંદીની આયાત જકાતમાં કોઈ પરિવર્તન આવી શકે છે. ઇન્ડીયન બુલિયન એન્ડ જવેલર્સ એસોસિયેશન (ઇબ્જા)ના પ્ર્મુખ સુરેન્દ્ર મહેતાએ કહ્યું હતું કે નાણાંપ્રધાને સોનાચાંદી અને અન્ય કીમતી ધાતુ પરની આયાત જકાતનું ક્લાસીફિકેશ અથવા ટેરીફ લાઈન ૧ મેથી ૧૦ ટકા ગણતરીમાં લેવામાં આવશે, એવી ઘોષણા જરૂર કરી હતી. વાસ્તવમાં આને આયાત જકાત વધારો કહી નાં શકાય, આ વ્યવસ્થા ૨૦૧૭થી અમલમાં હતી. તેમણે કહ્યું કે વર્તમાન અસરકારક (ઈફેક્ટીવ) આયાત જકાત ૬ ટકા યથાવત રાખવામાં આવી છે. સરકાર સોના (Gold) ચાંદીની (Silver)આયાત કેટલી થઇ તેની ગણતરી વાસ્તવિક સ્તરે લાવવા માટે કસ્ટમ ટેરીફ પોર્ટલ પર એચએનએસ (હાર્મોનાઈઝ્ડ) કોડને સુચારૂ બનાવવાનાં હેતુથી ટેરીફ લાઈનનું ક્લાસીફીકેશન ૧ મેથી ૧૦ ટકાના ધોરણે અમલી બનશે.
નાણાપ્રધાને પ્લેટીનમ ફાઈન્ડીંસ (હુક, સ્પ્રિંગ, નટ, બોલ્ટ જેવી નાની સામગ્રી) પરની આયાત જકાત વર્તમાન ૨૫ ટકાથી ઘટાડીને ૬.૪ ટકા કરીને સોના ચાંદીના ફાઈન્ડીંસને સમાંતર કરી નાખી છે. બુલિયન એનાલીસ્ટ ભાર્ગવ વૈદ્યે કહ્યું હતું કે આયાત જકાતના ક્લાસીફીકેશનથી સોનાચાંદીનો આયાત વેપાર વધુ સરળ અને સુચારુ બનશે. આવું ક્લાસીફીકેશ્ન કર્યા પછી જો વિદેશ વેપારમાં અસમતુલા વધતી જણાશે તો, કદાચ સરકાર મેં મહીનાથી આયાત જકાત બાબતે ફેરવિચારણા કરી શકે છે.
મેસર્સ ઉમેદમલ ત્રીલોક્ચંદ ઝવેરીના કુમાર જૈને કહ્યું હતું કે બજારમાં આજે અંદાજપત્ર વિષે ખાસ કોઈ પરિવર્તન નાં આવતા કોઈ ચર્ચા પણ નાં હતી. હા, શેરબજારની મંદીનો લાભ બુલિયન અને જવેરીઓને થઇ રહ્યો છે. લગ્નસરાની મોસમમાં શેરબજારમાંથી નીકળેલા પૈસાનો સળવળાટ અમારી બજારમાં જોવાઈ રહ્યો છે. આજે સોના ચાંદીની સ્થાનિક લેવાલી અને જાગતિક બજારની હૂંફે સોનાના ભાવ ૧૦ ગ્રામ દીઠ રૂ. ૨૦૦ વધીને વિક્રમ ઉંચાઈએ પહોચી રૂ. ૮૪,૧૦૦ પ્રતિ ૧૦ ગ્રામ થયા હતા. આ જ પ્રમાણે ચાંદીનાં ભાવ કિલો દીઠ રૂ. ૧૦૦૦ વધીને રૂ. ૯૫,૦૦૦ કવોટ થયા હતા. કુમાર જૈને કહ્યું કે લોકોનો પર્ચેઝિંગ પાવર નબળો પડ્યાનું જોઈ શકાય છે. અમારે ત્યાં આવેલા ગ્રાહકો રોકડા, ચેક કે આરટીજીએસથી નાણા ચૂકવતા નથી તેઓ પોતાના જુના દાગીના લઈને તેની સામે એક્સચેન્જમાં નવા દાગીના લઇ જઈ રહ્યા છે. શેરબજારમાંથી આવેલા નાણા પણ જવેલરી, સીકા, અને બાર ખરીદવામાં ખર્ચી રહ્યા છે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796