Tuesday, May 14, 2024
HomeGujaratGandhinagarચૂંટણી પંચે 35 IPS અધિકારીઓની કરી બદલી ! રાજ્ય સરકાર ન કરી...

ચૂંટણી પંચે 35 IPS અધિકારીઓની કરી બદલી ! રાજ્ય સરકાર ન કરી શકી હતી આ કામ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: દેશમાં લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024) જાહેરાત થઈ ગઈ છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં IPS અધિકારીઓની (IPS Officer) બદલી અટકી હતી, તે આજે ચૂંટણી પંચ દ્વારા કરી દેવામાં આવી છે.

જેમાં એકસાથે 35 અધિકારીના બદલી અને પ્રમોશનના આદેશ કરવામાં આવ્યા છે. આ આદેશમાં ગુજરાતનાં બે શહેરોને નવા પોલીસ કમિશ્નર પણ મળ્યા છે, જેમાં સુરતના પોલીસ કમિશ્નર તરીકે અનુપમસિંહ ગેહલોતની અને વડોદરા પોલીસ કમિશ્નર તરીકે નરસિમહા કોમરની નિમણૂક કરવામાં આવી છે.

- Advertisement -

બે મહિના જેટલા સમયથી સુરત પોલીસ કમિશ્નરનું પદ ખાલી હોવાથી છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી કે, ગુજરાતનાં સિનિયર IPS અધિકારીઓની બદલી આવી શકે છે. પરંતુ IPS અધિકારીઓની બદલીનું કોકળું ગૂંચવતા ચૂંટણીના જાહેરનામા બાદ હવે ચૂંટણી પંચે ગુજરાતનાં IPS અધિકારીઓની બદલીની જાહેરાત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સુરત કમિશ્નર અને સુરત રેન્જ મેળવવાની ઘણા બધા IPS અધિકારીઓની ઈચ્છા હતી, જેના માટે તેઓ પ્રયત્ન પણ કરી રહ્યા હતા. ત્યારે હવે સુરત કમિશ્નર તરીકે વડોદરાના કમિશ્નર અનુપમસિંહ ગહલોતની નિમણૂક કરવામાં આવી છે અને સુરત રેન્જ IG તરીકે પ્રેમવીર સિંઘની નિમણૂક કરવામાં આવી છે.

અમદાવાદ પોલીસ કમિશ્નર જી. એસ. મલેકને DGPનું પ્રમોશન આપવામાં આવ્યું છે, જ્યારે અમદાવાદ રેન્જ IG તરીકે જે. આર. મોથલિયાની નિમણૂક કરવામાં આવી છે. અને અમદાવાદ SPની ખાલી જગ્યા પર ઓમ પ્રકાશ જાટની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ સેક્ટર 1ના જોઇન્ટ પોલીસ કમિશ્નર ચિરાગ કોરડીયાનું મૂળ વતન અમદાવાદ હોવાથી તેમને ચાર્જ છોડવાનો ચૂંટણી પંચે આદેશ કર્યો હતો, ત્યારે હવે તેમને કચ્છ-ભુજના રેન્જ IG તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. અમદાવાદ ઝોન 7ના DCP તરુણ દુગ્ગલની મહેસાણા SP તરીકે નિમણૂક કરવામાં આવી છે અને તેમની જગ્યાએ શિવમ વર્માને અમદાવાદ ઝોન 7ના DCP તરીકે મૂકવામાં આવ્યા છે.

ચૂંટણી પંચે બદલીઓની આદેશની સાથે 20 જેટલા IPS અધિકારીઓની બઢતીની પણ જાહેરાત કરી છે. જેમાં સિનિયર અધિકારીઓમાં હસમુખ પટેલ, જી. એસ. મલેક, ડૉ. કે. એલ. એન. રાઓ, વબંગ જમીર, અજય ચૌધરી અને કે. એન. ડામોરને પ્રમોશન આપવામાં આવ્યું છે. જ્યારે નિર્લિપ્ત રાય, શ્વેતા શ્રીમાળી, સુનિલ જોશી, લીના પાટિલ અને જયપાલસિંહ રાઠોડને DIG તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.

- Advertisement -

અમદાવાદ ક્રાઇમ બ્રાંચના DCP ચૈતન્ય માંડલિક, ઝોન 1ના DCP લાવીના સિંહા અને ઝોન 1ના DCP કાનન દેસાઇને ચૂંટણી પંચ દ્વારા ચાર્જ છોડી દેવાના આદેશ કર્યા હોવાથી આ પદ હાલ ખાલી છે. જેથી હજુ ચૂંટણી પંચ દ્વારા 48 કલાકમાં બીજી બદલીઓ કરવામાં આવી શકે છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular