Monday, February 17, 2025
HomeGujaratGandhinagarવિધાનસભા સત્ર દરમિયાન થયો ઘટસ્ફોટ, ડબલ એન્જીન સરકારમાં કૂપોષિત બાળકોની સંખ્યામાં ધરખમ...

વિધાનસભા સત્ર દરમિયાન થયો ઘટસ્ફોટ, ડબલ એન્જીન સરકારમાં કૂપોષિત બાળકોની સંખ્યામાં ધરખમ વધારો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: હાલ ગુજરાતમાં જ વિધાનસભાનું બજેટસત્ર (Gujarat Budget Session) ચાલી રહ્યું છે. સરકારે 2024-25 માટે ત્રણ લાખ બત્રીસ હજાર કરોડનું બજેટ ફાળવ્યું છે. પણ શિક્ષણ ક્ષેત્રે, બાળકોના કૂપોષણ જેવા ક્ષેત્રોમાં કોઈ નોંધાપાત્ર સુધારો કરવામાં સરકાર નિષ્ફળ નીવડી છે. ત્યારે આજે વિધાનસભામાં કૂપોષિત બાળકોની (Malnutrition Children) સંખ્યા અંગે પૂછાયેલા સવાલના જવાબમાં બિહામણું ચિત્ર સામે આવ્યું છે.

મળતી માહિતી અનુસાર, આજે વિધાનસભામાં ગુજરાતના બાળકોના કૂપોષણ અંગે પૂછયેલા સવાલનો જવાબ આપતા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, કુપોષણ એક વિષચક્ર છે. આ વિષચક્રને તોડવા માટે તમામ સ્તરે પ્રયત્નો કરવા પડશે. ગુજરાતને કુપોષણમુક્ત બનાવવા માટે સરકાર સંકલ્પબદ્ધ છે. પોષણને વિશેષ પ્રોત્સાહિત કરવાના હોલિસ્ટિક એપ્રોચ સાથે સરકારે અંદાજપત્રમાં ખાસ જોગવાઇ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલા સુત્ર “હર ઘર પોષણ” ને જનઆંદોલનના ભાગ રૂપે લઇ જવાશે. કુપોષણને નાથવા માટે નાગરિકોના વર્તનમાં પરિવર્તન લાવવું ખૂબ જરૂરી છે. મહિલા અને બાળ કલ્યાણ વિભાગમાં 10715 કરોડની જોગવાઈ તો કરવામાં આવી છે, પણ અત્યાર સુધીના બાળકોના પોષણ અંગેના આંકડાઓ ખૂબ જ ગંભીર છે.

- Advertisement -

ગુજરાતમાં વર્ષ 2018માં 1 લાખ 18 હજાર 41 બાળકો કૂપોષિત હતા. તે સંખ્યામાં આજે ઘટાડો થવો જોઈએ પણ પરિણામ તેનાથી કઈક વિપરીત છે. ચાર વર્ષ બાદ આજે આ આંકડો પાંચ લાખ સિત્તેર હજારને પાર પહોંચી ગયો છે. માત્ર બે વર્ષમાં દસ હજાર કરોડનું બજેટ ફાળવા છતાં કૂપોષિત બાળકોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. ગુજરાતમાં અનેક બાળકો કૂપોષણના કારણે મૃત્યુ પણ પામ્યા છે. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી જે વિસ્તારમાંથી આવે છે તે રાજકોટમાં જ 2018માં કૂપોષિત બાળકોની સંખ્યા 2400 હતી, જે વધીને 15573 પહોંચી ગઈ છે.

જો કે બાળકોના કૂપોષણ અંગેની આ પ્રકારની સ્થિતિને જોતાં વિપક્ષે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. સરકાર પર પ્રહાર કરતાં વિપક્ષે કહ્યું કે, પ્રજાના ટેક્સના રૂપિયા ડબલ એન્જીનની જાહેરાત અને ઉત્સવો પાછળ વપરાય છે. બાળકોના પોષણ માટે ફાળવવામાં આવેલા રૂપિયા ભ્રષ્ટાચારમાં વપરાઈ જાય છે. બાળકોને પૂરતો આહાર અને વિટામિન આપવાની જગ્યાએ ભ્રષ્ટાચારે માજા મૂકી છે. ગુજરાતમાં કૂપોષણ ઘટવાની જગ્યાએ બાળકોના કૂપોષણમાં ચાર ગણો વધારો થયો છે. વિપક્ષે આ બાબતે સરકાર પર નિશાન સાંધતા એટલે સુધી કહ્યું કે, બજેટ સરકારમાં બેઠેલો લોકો અને મળતિયાઓનું કુપોષણ દુર કરવામાં વપરાય છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular