નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: હાલ વિધાનસભામાં બજેટસત્ર ચાલી રહ્યું છે. સરકારે જાહેર કરેલા વર્ષ 2024-2025ના અંદાજપત્રમાં શિક્ષણ જેવા ક્ષેત્રો માટે પણ બજેટ ફાળવ્યું છે. પણ સરકારે રજૂ કરેલા બજેટથી કોંગ્રેસ પાર્ટી નારાજ છે, તેમજ ગુજરાત સરકાર શિક્ષણનું (Education) વ્યાપારીકરણ કરી રહી હોવાના આરોપ પણ લગાવી રહી છે. સામે ભાજપ ધારાસભય અમિત ઠાકરે પણ આ બાબતે પલટાવર કર્યો હતો અને અમિત ચાવડાને (Amit Chavda) આડેહાથ લીધા હતા. કોંગ્રેસ નેતાએ શિક્ષકોને દાડિયા સાથે સરખાવ્યા હતા, તો અમિત ઠાકરે (Amit Thakar) આ બાબતને શિક્ષણનું અપમાન ગણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, આજ રોજ વિધાનસભા ખાતે થયેલી પ્રશ્નોત્તરીમાં શિક્ષણ માટે લેવાયેલા પગલાં, શિક્ષકોની ભરતી જેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જે અનુસંધાને કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકાર પર નિશાન સાંધ્યું હતું અને પત્રકાર પરિષદ યોજી હતી. અમિત ચાવડાએ સરકારની શિક્ષણ નીતી સામે સવાલ ઉઠાવ્યા હતા. ગુણોત્સવ, પ્રવેશોત્સવ તેમજ ભણશે ગુજરાત જેવા રૂપકડા નામ આપી લોકોને ભમરાવામાં આવતા હોવાની વાત પણ અમિત ચાવડા કરી હતી.
વધુમાં અમિત ચાવડાએ શિક્ષણનું ખાનગીકરણ અને વ્યાપારિકરણ કરવાના પણ સરકાર પર આક્ષેપો કર્યા હતા. શિક્ષણની પરિસ્થિતિ વિષે વાત કરતાં તેમણે કહ્યું કે, કોંગ્રેસ સરકારે તેના સમયમાં પૂરતા શિક્ષકોની ભરતી કરી જેના કારણે ગુજરાતમાં તે સમયે શિક્ષણનું સ્તર પણ ઊંચું ગયું હતું. જ્યારે આજે સરકાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી અંગે ઉદાસીન રહ્યું છે. માધાયમિક અને ઉચ્ચતર માધાયમિક શાળાઓમાં તથા અનુદાનિત શાળાઓમાં બાર હજાર શિક્ષકો સામે માત્ર ચાર હજાર જેટલા જ શિકાકોની ભરતી સરકારે કરી અને તે પણ જ્ઞાન સહાયક તરીકે.
અમિત ચાવડાએ જ્ઞાન સહાયકો અંગે વાત કરતાં એમ પણ કહ્યું કે, જ્ઞાન સહાયકોની સ્થિતિ ખેતરમાં કામ કરતાં દાડિયા જેવી છે. અગિયાર માસ પછી આ શિક્ષકોનું કોઈ ભવિષ્ય નથી. સાથે જ અમિત ચાવડાએ એમ પણ કહ્યું કે, સરકાર શિક્ષણ પ્રત્યે જે ઉપેક્ષા સેવી રહ્યું છે તેનાથી ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે.
અમિત ચાવડા બાદ ભાજપ ધારાસભય અમિત ઠાકરે યજેલી પત્રકાર પરિષદમાં અમિત ચાવડા પર પલટવાર કર્યો હતો અને કહ્યું કે, અમિત ચાવડાએ શિક્ષકોને દાડિયા સાથે સરખાવી શિક્ષકોનું અપમાન કર્યું છે. આ સાથે જ શાળાના ઓરડાઓ બાબતે પણ જવાબ આપતા અમિત ઠાકરે કહ્યું કે, 2001થી લઈ આજ સુધી એક લાખ સાઠ હજાર જેટલા ઓરડાઓ બનાવવામાં આવ્યા છે.
અમિત ચાવડાના શિક્ષણના ખાનગીકરણને લઈ કરેલા આક્ષેપનો જવાબ આપતા કહ્યું કે, કોંગ્રેસની સરકારમાં કુલ અગિયાર હજાર ઢળાઓ હતી જેમાં ખાનગી અને સરકારી બંને શાળાઓ આવી જતી હતી. જ્યારે હાલ ભાજપની સરકારમાં 56 હજાર કરતાં વધારે શાળાઓ છે. 56 હજાર શાળાઓમાં પણ 31 હજાર શાળાઓ સરકારી પ્રાથમિક શાળાઓ છે.
આ બાબાબતને લઈ અમિત ઠાકરે પલટવાર કરતાં કહ્યું કે, આ સ્થિતિને ખાનગીકરણ કહેવાય કે સરકારની પ્રોત્સાહન આપવાની નીતી કહેવાય? રહી વાત શિક્ષકોની અછતની તો એક લાખ બાણું હજાર શિક્ષકોનું મહેકમ મંજૂર થયું છે જેમાં એક લાખ સિત્તેર હજાર શિક્ષકો છે. બાર હજાર સતા સો દસ જ્ઞાન સહાયકોની નિમણૂંક થઈ છે. આમ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ શિક્ષણને લઈ એકબીજા પર પ્રહારો કરતા જોવા મળ્યા હતા.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796