Wednesday, December 11, 2024
HomeBusinessઆયર્ન ઑર્ વાયદો ૭ માર્ચ પછીની નવી ઊંચાઈએ

આયર્ન ઑર્ વાયદો ૭ માર્ચ પછીની નવી ઊંચાઈએ

- Advertisement -

ગોલ્ડમેન સાસએ ભાવની સરેરાશ આગાહી ટન દીઠ ૧૧૦ ડોલર મૂકી

આખી દુનિયામાં સૌથી સસ્તું આયર્ન ઑર્ એનએમડીસી કરે છે: શેર ભાવ ૧૪ વર્ષની ઊંચાઈએ

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): ચીનની માંદી પડેલી અસ્ક્યામત બજારને ફરી બેઠી કરવાના નવેસરના પ્રયાસના શરૂ કરવાના સમાચાર સાથે, પાંચ દિવસની મજૂર ડે રજાઓ પછી ખુલેલી બજારમાં સ્ટીલ (Steel) ઉત્પાદકો કાચોમાલ હસ્તગત કરવા આવતા, આયર્ન ઓરનો ((Iron Ore)ભાવ વધારો આગળ વધ્યો હતો. બીજિંગમાં મળેલી પોલિટ બ્યુરોની મિટિંગમાં ચીનમાં થયેલા ફ્લેટ (રહેણાંક)ના માલ ભરાવાને હળવો કરવા નવી અને સુધારેલી નીતિ તૈયાર કરવાનું નક્કી કર્યું હતું. ખાનગી આંકડા કહે છે કે એપ્રિલમાં મહત્તમ બાંધકામ વિકાસકોએ કહ્યું હતું કે તેમના ફ્લેટોનું વેચાણ ધીમું પડ્યું છે.

ડેલિયાન કોમોડિટી એક્સ્ચેન્જ પર સપ્ટેમ્બર આયર્ન ઑર્ વાયદો ૭ માર્ચ પછીની નવી ઊંચાઈએ ટન દીઠ ૮૯૬ યુઆન (૧૨૪.૨૧ ડોલર) બોલાયો હતો. સિંગાપુર એક્સ્ચેન્જ પર જૂન વાયદો ૨૫ એપ્રિલ પછીની ઊંચાઈએ ૧૧૯.૪૫ ડોલર મુકાયો હતો. સ્ટીલ ઉત્પાદનમાં લાગતાં અન્ય કાચા માલોના વાયદા પણ ઉચકાયા હતા. કોકિંગ કોલ ૧.૬૯ ટકા અને કોક ૧.૬૭ ટકા વધ્યા હતા. રિબાર ૦.૩૦ ટકા, હોટ રોલ્ડ કોઈલ ૦.૧૬ ટકા અને સ્ટેનલેસ સ્ટીલ ૧.૦૪ ટકા વધ્યા હતા, જ્યારે વાયર રોડ ૩.૧૮ ટકા ઘટયા હતા.

- Advertisement -

ભારત, જપાન, અમેરિકા, રશિયા, સાઉથ કોરિયા, તુર્કી, જર્મની, બ્રાઝિલ, અને ઈરાન જેવા ૯ દેશોમાં સૌથી વધુ ૮૦ ટકા સ્ટીલ ઉત્પાદન ચીન કરે છે. ભવિષ્યમાં આયર્ન ઓરની માંગ વધુ રહેવાની છે એ જોતાં ભાવ વધવાની સંભાવના નકારાતી નથી.

ભારતના નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશને ૨૭ એપ્રિલથી અમલમાં આવે તે રીતે આયર્ન ઓર લંપસના ભાવ ટન દીઠ રૂ. ૪૦૦ વધારી રૂ. ૬,૨૦૦ અને ફાઈનેસ ઓરના ભાવ રૂ. ૨૦૦ વધારીને રૂ. ૫,૨૬૦ કર્યા હતા. આ અગાઉ માર્ચ ૨૦૨૪માં ભાવ વધારો કર્યો હતો. આ ભાવ વધારાને પગલે છેલ્લા એક વર્ષમાં લંપસના ભાવ ૫૯ ટકા અને ફાઈનેસના ૪૮ ટકાનો વધારો થયો હતો. આને લીધે એનેમડીસીના શેરભાવ ૧૪ વર્ષની ઊંચાઈએ પહોંચી ગયા હતા.

એનએમડીસી એ બે મેના રોજ એક નિવેદનમાં કહ્યું હતું કે આયર્ન ઓરનું એપ્રિલ વેચાણ ૨.૬૦ ટકા વધીને ૩૪.૩ લાખ ટન થયું હતું. જ્યારે વર્ષાનું વર્ષ ઉત્પાદન, ગતવર્ષના એપ્રિલમાં ૩૫.૧ લાખ ટન થયું હતું તે ઘટીને ૩૪.૩ લાખ ટન નોંધાયું હતું. આખી દુનિયામાં સૌથી સસ્તું આયર્ન ઑર્ એનએમડીસી કરે છે. જગતમાં સૌથી વધુ આયર્ન ઑર્ આયાત ચીન કરે છે, આ વર્ષે આયાત, ગતવર્ષની ૧.૧૮ અબજ ટન જેટલી જ આ વર્ષે થવાનું અનુમાન છે. ઑસ્ટ્રેલિયાથી ચીનમાં નિકાસ થતાં આયર્ન ઑર્નો હાજર ભાવ મધ્ય માર્ચ સુધીમાં ૧૦૦ ડોલર હતો તે, હવે વધીને ૧૨૦.૫ ડોલર થયો છે.

- Advertisement -

ગોલ્ડમેન સાસ કહે છે કે આગામી બે વર્ષમાં આયર્ન ઓરની માંગ સીમાંત સ્તરે પહોંચી જશે, ૨૦૨૪માં સીબોર્ન આયર્ન ઓરની માંગ, ગતવરસની ૧.૫૭૩ અબજ ટનથી સહેજ ઘટીને ૧.૫૬૭ અબજ ટન રહેવાની સંભાવના છે, જે પુરવઠા/ઉત્પાદનને સમાંતર હશે. આને લીધે ૨૦૨૩માં સપ્લાય ઘટ ૧૭૦ લાખ ટન જોવાઈ હતી, તેટલીજ ૨૦૨૪માં જોવા મળશે. આને આધારે ગોલ્ડમેન સાસએ ભાવની સરેરાશ આગાહી ટન દીઠ ૧૧૦ ડોલર મૂકી છે. ૨૦૨૫માં સીબોર્ન આયર્ન ઓરની માંગ ઘટીને ૧.૫૬ અબજ ટન અંદાજીને કહ્યું હતું કે સપ્લાય ૧.૫૯૪ અબજ ટન રહેશે, પરિણામે પુરાંત વધીને ૩૪૦ લાખ ટન રહેશે.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ, માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular