Wednesday, December 11, 2024
HomeBusinessન્યુયોર્ક રૂ વાયદામાં ૨૮ ફેબ્રુઆરીની ઊંચાઈથી ૧૮ ટકાનું ગાબડું

ન્યુયોર્ક રૂ વાયદામાં ૨૮ ફેબ્રુઆરીની ઊંચાઈથી ૧૮ ટકાનું ગાબડું

- Advertisement -

ભારતમાંથી ઓપરેટ કરતાં મલ્ટિનેશનલ કોટન ટ્રેડરો સ્ટોકમાંથી હળવા થવા લાગ્યા

ભારતમાં પણ રૂના ભાવ તાજેતરની ઊંચાઈએથી ૮/૯ ટકા ઘટી ગયા

ઇબ્રાહિમ પટેલ ( (નવજીવન ન્યૂઝ. મુંબઈ): ભારતીય સટ્ટોડિયાઓનું સટ્ટાકીય વેચાણ અને મજબૂત ડોલરના દબાણ હેઠળ છેલ્લા છ સપ્તાહથી ઘટતા આઇસીઇ રૂ (Cotton) વાયદાના ભાવ, શુક્રવારે ત્રણ મહિનાના તળિયે બેસી ગયા. ૨૮ ફેબ્રુઆરીએ ન્યુયોર્ક મે રૂ વાયદો ૧૦૩.૮૦ સેંટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ)ની ઊંચાઈએથી, અત્યાર સુધીમાં ૧૮ ટકા ઘટીને શુક્રવારે ૮૧.૭૩ સેંટ બંધ રહ્યા હતા.

નબળી જાગતિક રૂ માંગ અને ઓસ્ટ્રેલીયા સહિતના કેટલાંક દેશમાં વિપુલ કપાસ પાકના અહેવાલે રૂ વાયદાને નીચે જવાની ફરજ પાડી છે. ભારતમાંથી ઓપરેટ કરતાં મલ્ટિનેશનલ કોટન ટ્રેડરોએ તેમનો હાથ પરનો સ્ટોક બજારમાં થાલવવો શરૂ કર્યો છે. એક રૂ વેપારી કહ્યું કે ચીનની આગેવાનીમાં કેટલાંક દેશોની ઘટતી રૂ માંગ વચ્ચે, ભારતમાં પણ રૂના ભાવ તાજેતરની ઊંચાઈએથી ૮/૯ ટકા ઘટી ગયા છે. ભારતમાં બેંચમાર્ક રૂના ભાવ એક મહિના અગાઉ કરતાં ૩ ટકા ઘટીને ખાંડી (૩૬૫ કિલો) દીઠ રૂ. ૬૦,૦૦૦થી ૬૨,૦૦૦ જેવા બોલાઈ રહ્યા છે.

- Advertisement -

ભારતમાં પણ હવે રૂ ખરીદનારાઓની સંખ્યા ઘટી ગઈ છે, અલબત્ત, નાની મોટી માંગ વચ્ચે માલના હાથબદલા ધીમા પડી ગયા છે. મલ્ટિનેશનલ કંપનીઓ એમસીએક્સ એપ્રિલ, મે, જૂન, જુલાઇ એમ તમામ ડિલિવરી વાયદામાં વેચવાલ બની ગયા છે. આનું મૂળ કારણ છે ભારતમાં નબળી માંગ અને ન્યુયોર્ક વાયદામાં સતત ઘટતા ભાવ. કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ)એ ૨0૨૩-૨૪ની મોસમમાં ૩૨.૮૪ લાખ ગાંસડી (પ્રત્યેક ૧૭૦ કિલો) રૂ, ટેકાના ભાવથી ખરીદીને અત્યાર સુધીમાં ૫.૧૨ લાખ ગાંસડીનુ વેચાણ કર્યું છે. સીસીઆઈ પાસે અત્યારે ૨૭.૭૨ લાખ ગાંસડી સ્ટોક પડ્યો છે.

સીસીઆઈ, જીનર અને વેપારીઓ પાસે પૂરતો સ્ટોક પડ્યો છે, એ સાથે જ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં રો કોટનની આવકો સાવ ઘટી ગઈ છે. રોજીંદી આવક હવે ૫૦થી ૬૦ હજાર ગાંસડીની રહી છે. મહારાષ્ટ્રમાં રોજીંદી સરેરાશ આવક ૨૫,૦૦૦ ગાંસડી અને ગુજરાતમાં ૨૦,૦૦૦ ગાંસડી, કર્ણાટકમાં માત્ર ૩,૦૦૦ ગાંસડીની આવકો જોવાય છે.

અમેરિકન કૃષિ મંત્રાલયે ગત સપ્તાહે તેના વર્લ્ડ સપ્લાય એન્ડ ડિમાન્ડ ૨૦૨૩-૨૪, મોસમનો એપ્રિલ અહેવાલ રજૂ કર્યો. તેમાં કહેવાયું હતું કે એપ્રિલમાં વૈશ્વિક રૂનો વર્ષાન્ત સ્ટોક, માર્ચ અંદાજ ૮૩૩.૪ લાખ ગાંસડી (પ્રત્યેક ૪૮૦ પાઉન્ડ (૨૧૭.૯૨ કિલો)થી ઘટીને ૮૩૦.૮ લાખ ગાંસડી રહ્યો હતો. અલબત્ત, આ અહેવાલમાં કહેવાયું હતું કે આ વર્ષના જુલાઈમાં વર્ષાન્ત સ્ટોક વર્ષાનું વર્ષ સહેજ વધુ રહેશે. ગતવર્ષે વર્ષાન્ત સ્ટોક ૮૩૩.૪ લાખ ગાંસડી અંદાજાયો હતો. પશ્ચિમ આફ્રિકા, ઓસ્ટ્રેલીયા, અને બ્રાઝિલમાં ઓછા પુરવઠાને, ભારત અને ચીનમાં ફરતો વધુ પુરવઠો સરભર કરી નાંખશે.

- Advertisement -

માર્ચમાં કૂલ વૈશ્વિક માંગનો અંદાજ ૧,૫૫૮ લાખ ગાંસડી મુકાયો હતો તે એપ્રિલમાં વધારીને ૧,૫૬૩.૯ લાખ ગાંસડી અનુમાનિત હતો. ગતમોસમમાં માંગનો અંદાજ ૧,૪૭૫.૪ લાખ ગાંસડી હતો. વૈશ્વિક રૂ ઉત્પાદનનો અંદાજ ગતમોસમના ૧,૧૬૧.૫ લાખ ગાંસડી હતો, તેની સામે આ વર્ષે ૧,૧૨૯.૬ લાખ ગાંસડી અનુમાનિત છે. કૂલ જાગતિક વાર્ષિક આયાત, માર્ચ અનુમાન ૪૩૨.૩ લાખ ગાંસડી સામે એપ્રિલ અંદાજ ૪૩૯.૪ લાખ ગાંસડી મુકાયો હતો. ગતવર્ષે કૂલ આયાત ૩૭૬.૮ લાખ ગાંસડી થઈ હતી. ૧૨ એપ્રિલે કોટલૂક એ ઇંડેક્સ ૧.૮૦ પોઈન્ટ ઘટી ૮૯.૬૦ સેંટ રહ્યો હતો.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ, માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular