નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: GSSSB Recruitment 2024: તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પંસદગી મંડળે ગુજરાતમાં 4400થી વઘુ જગ્યા માટે ભરતીની જાહેરાત કરી હતી. ત્યારબાદ તેમા વઘુ નવી 2018 જગ્યાનો ઉમેરો કર્યો હતો. આ ભરતી પહેલી વખત સંપુર્ણ ઓનલાઇન કરવામાં આવી રહી છે. જેની ફોર્મ ભરવાની તારીખ હવે પુરી થઇ ગઇ છે. તેવામાં હવે આજે વઘુ 352 જગ્યાનો ઉમેરો કરવામાં આવ્યો છે. જેની જાહેરાત સચીવ હસમુખ પટેલે કરી છે.
તાજેતરમાં ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, બિન સચિવાલય ક્લાર્ક સહિત અંદાજે 22 કેડર માટે 4304 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડે (GSSSB) જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ અને અન્ય પોસ્ટ માટે ગ્રુપ-A અને ગ્રુપ-Bની 4304 જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. 20થી 35 વર્ષની વય જૂથમાં આવતા ઉમેદવારો 4 જાન્યુઆરી 2024 થી GSSSB ભરતી 2024 માટે ઑનલાઇન અરજી કરી શકે છે. જેની અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 31મી જાન્યુઆરી 2024 કરવાની હતી. આ તારીખ હવે પુરી થઇ ગઇ છે, પરતું તેમાં થોડા સમય પહેલા 2018ની ભરતીની જાહેરાતની સીટોનો ઉમેરો કરવામાં આવ્યો હતો. તેવામાં ફરી એકવ વખત 352 જગ્યાનો ઉમેરો સચિવ હસમુખ પટેલે કર્યો છે.
આ માટે કોઇ પણ ઉમેદવાર કોઇ જ પ્રકારની ઓનલાઇન પ્રકીયા કરવાની નથી. વધુ ઉમેરાયેલી જગ્યા માટે અરજી કરવા માટે તારીખ લંબાવવામાં આવી નથી, પરંતુ જે લોકોએ અગાઉ ફોર્મ ભર્યા છે તેમણે આ પરીક્ષા આપી શકશે. તેમજ જે ઉમેદવારે પરીક્ષા પેટે પૈસા ભર્યા છે, તેમને પણ જે ફી ભરી છે તે પરત આપવામાં આવશે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796