નવજીવન ન્યૂઝ. મોરબી: હળવદ-માળીયા હાઈવે પર આજે વહેલી સવારે એક ખાનગી કંપનીની બસનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 16 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને સારવાર માટે તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ (Morbi Civil Hospital) ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યારે બસમાં સવાર એક મહિલા મુસાફર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને રાજકોટ સિવિલ (Rajkot Civil) ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
ઘટનાની પ્રાથમિક જાણકારી મુજબ આજે વહેલી સવારે 5.30 વાગ્યે આસપાસ હળવદ-માળીયા હાઇવે પર કચ્છથી અમદાવાદ જઈ રહેલી પટેલ ટ્રાવેલ્સની બસના ડ્રાઈવરને ઝોકુ આવી જતાં બસ રસ્તા ઉપરથી પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં 16 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને સારવાર માટે તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ મોરબીથી 5 જેટલી 108 એમ્બ્યુલન્સને ઘટના સ્થળે જવા રવાના કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ 108 એમ્બ્યુલનના સ્ટાફ દ્વારા ઇજાગ્રસ્તોને ઘટનાસ્થળે જ પ્રાથમિક સારવાર આપ્યા બાદ મોરબીની સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
આ દુર્ઘટનામાં વિપુલ પ્રજાપતિ, વિનુ પરમાર, વિજય ગુપ્તા, ઉપેન્દ્રસિંહ રાજ, સૌરભ સોની, દિપક આણંદદાની, કલ્પના આણંદદાની, રવિ પટેલ, ઇરસાદ, દિનેશ, કાનો, દિગ્વિજય અને લીલા નામના વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા જેમને સારવાર માટે મોરબી લઈ જવામાં આવ્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








