નવજીવન ન્યૂઝ. અમદાવાદ: વિમેન્સ પ્રીમિયર લીગ (Women’s Premier League) માટે કુલ 4669.99 કરોડની બોલી લગાવવામાં આવી છે. BCCIએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. વિમેન્સ પ્રીમિયર લીગમાં RCB અને અદાણી(Adani) સહિતની મોટી કંપનીઓએ બોલી લગાવીને ટીમ્સ ખરીદી છે. મહિલા IPL ટીમની હરાજીમાં BCCIને 4666.99 કરોડ રૂપિયાની કમાણી થઈ છે. જણાવી દઈએ કે 5 ટીમોની વુમન્સ પ્રીમિયર લીગ મુંબઈમાં રમાવાની છે. વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનમાં પ્રવેશનારી પાંચ ટીમો મુંબઈ, અમદાવાદ, બેંગલુરુ, લખનૌ અને દિલ્હી હશે.
વિમેન્સ પ્રીમિયર લીગની ટીમોની હરાજી પહેલા, Viacom18 એ ડિઝની હોટ સ્ટાર અને સોનીને હરાવીને 951 કરોડ રૂપિયામાં આગામી પાંચ વર્ષ માટે મીડિયા અધિકારો ખરીદ્યા હતા.
વિમેન્સ પ્રીમિયર લીગમાં સામેલ ટીમો નીચે મુજબ છે.
- અદાણી સ્પોર્ટ્સલાઇન PVT. LTD, અમદાવાદ, રૂ. 1289 કરોડ.
- Indiawin Sports PVT. LTD, મુંબઈ, 912.99 કરોડ
- રોયલ ચેલેન્જર્સ સ્પોર્ટ્સ PVT. LTD, બેંગલુરુ, 901 કરોડ
- JSW GMR ક્રિકેટ PVT. LTD, દિલ્હી, 810 કરોડ
- કેપ્રી ગ્લોબલ હોલ્ડિંગ્સ PVT. LTD, લખનૌ, 757 કરોડ
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796