Sunday, April 19, 2026
HomeGujaratJamnagarમોરબીના અપહરણકર્તાને પકડવા જોડિયા પોલીસ આડી પડી, પછી શું થયું જાણો

મોરબીના અપહરણકર્તાને પકડવા જોડિયા પોલીસ આડી પડી, પછી શું થયું જાણો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. જામનગર: Jamnagar Firing News Today: ગુજરાતમાં અપરાધીત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકો બેફામ બનતા જતાં હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે જામનગરમાં પોલીસ (Jamnagar Police) ઉપર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ કરવાની એક ઘટના સામે આવી છે. જેના જવાબમાં પોલીસ દ્વારા ત્રણ રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. આ ઘટનાના પગલે બે લોકો સામે હત્યાના પ્રયાસની કલામ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે.

પ્રાથમિક જાણકારી મુજબ, જમનગરના જોડિયા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ભાદર પાટિયા નજીક વોચમાં હતા તે દરમિયાન મોરબી તરફથી એક સ્કોરપિયો ગાડી આવી રહી હતી. પોલીસ કર્મચારીઓએ આ ગાડીને રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે કારચાલકે ગાડી રોકવાની જગ્યાએ પોલીસ ઉપર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ ત્યાં હજાર PSI આર. ડી. ગોહિલે ગાડી ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાંથી એક રાઉન્ડ મિસ ફાયર પણ થયું હતું.

- Advertisement -

મોરબીમાં એક અપહરણની ઘટનામાં પોલીસ વોચ રાખીને ઊભી હતી તે દરમિયાન આ ઘટના બની હતી. મોરબી તરફથી સ્કોરપિયો ગાડી લઈને આવી રહેલા સલિમ દાઉદ માણેક અને રફીક ગફુર મોવર દ્વારા પોલીસ ઉપર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ PSI આર. ડી. ગોહિલે તેમની ગાડી ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને તેમની સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.

આ ઘટના અંગે નવજીવન ન્યૂઝ સાથે વાત કરતાં PSI આર. ડી. ગોહિલે જણાવ્યું હતું કે, “મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સલિમ અને રફીક સામે અપહરણનો ગુનો નોંધાયો હતો અને અમને બાતમી મળી હતી કે આ બંને આરોપી જોડિયા તરફ આવી રહ્યા છે, જેના કારણે અમે નાકાબંધી કરી હતી ત્યારે આ ઘટના બની હતી. જ્યારે તેમણે પોલીસ ઉપર ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો ત્યારે મે તેમની ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને બંને ભાગી ગયા હતા. ત્યાર બાદ સીમમાંથી બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને અમે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને પણ આ અંગે જાણ કરી દીધી છે.”

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular