Monday, January 20, 2025
HomeGujaratSuratગુજરાતમાં વધુ એક હાર્ટ એટેકની ઘટના, સુરતમાં મહિલા યોગ કરતાં કરતાં ઢળી...

ગુજરાતમાં વધુ એક હાર્ટ એટેકની ઘટના, સુરતમાં મહિલા યોગ કરતાં કરતાં ઢળી પડી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: ગુજરાતમાં (Gujarat) હાર્ટ એટેકથી (Heart Attack) મૃત્યના કિસ્સામાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. અવાર-નવાર ક્યારેક જીમમાં કસરત કરતી વખતે, ક્રિકેટ રમતી વખતે કે પછી બેઠા બેઠા હાર્ટ એટેક આવવાની ઘટના બની રહી છે. તે વચ્ચે સુરતમાં (Surat) યોગા કરતી વખતે અચાનક મહિલાને છાતીમાં દુખાવો ઉપાડતા તે જમીન પર ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ (Surat Civil Hospital) લઇ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે મહિલાને મૃત જાહેર કર્યા હતા. હાર્ટ અટેકના કારણે મહિલાનું મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક અહેવાલમાં સામે આવ્યુ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં રહેતા 50 વર્ષીય મહિલા કૈલાસબેન દરરોજની જેમ સવારના સમયે યોગ કરી રહ્યા હતા. તે દરમિયાન આજે સવારે 9 વાગ્યના અરસામાં અચાનક તેમની છાતીમાં દુખાવો ઉપાડતા તેઓ બેભાન થઈ જમીન પર ઢળી પડ્યા હતા. તેમની આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને તેમને રીક્ષા મારફ્તે તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. કૈલાસબેનને સારવાર મળે તે પહેલા તેમનું મોત નિપજ્યુ હતું. તબીબના પ્રાથમિક તપાસ મુજબ મહિલાને હાર્ટ અટેક આવવાથી મૃત્યુ નિપજ્યું હોવાનું કારણ સામે આવ્યુ છે. પરંતુ સાચુ કારણ પોસ્ટમાર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે, અવાર-નવાર ગુજરાતમાં હાર્ટ અટેકના કિસ્સાઓ ખૂબ જ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જેના પાછળ જે કારણો મુખત્વે જવાબદાર છે, તેમાં વધુ પડતુ ભારણ, સંપૂર્ણ ઉંઘ ન લેવી, ખરાબ ડાયેટ, આતિરેક વ્યાયમો, જેનેટિક કારણો, ડાયબિટીસ, કોલેસ્ટ્રોલ, થાઈરોડ જેવા કારણોનો સમાવેશ થાય છે.

Tag: Surat Heart Attack, Surat News, Heart Attack Case in Gujarat

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular