Wednesday, April 29, 2026
HomeGujaratSurat : સુરત શહેરમાં બાળાની છેડતી કરનારા આધેડને મહિલાઓએ લાતો અને ચપ્પલ...

Surat : સુરત શહેરમાં બાળાની છેડતી કરનારા આધેડને મહિલાઓએ લાતો અને ચપ્પલ માર્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ, સુરત : સુરત શહેરમાં વિકૃત માનસિકતા ધરાવતા આધેડની મહિલાઓએ લાતો અને જૂતાથી સર્વિસ કરી નાંખી છે. અમરોલી વિસ્તારમાં આલુપુરી લેવા ગયેલી 11 વર્ષીય બાળા સાથે 56 વર્ષના આધેડ દુકાનદારે શારીરિક અડપલાં કરતા (Physical contact with a girl in Surat city) મામલો પોલીસ પાસે પહોંચ્યો હતો. ભોગ બનનાર બાળકીની માતાની ફરિયાદના આધારે દિનેશ રામાણી વિરુદ્ધ છેડતી તેમજ પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો દાખલ કરી અમરોલી પોલીસે (Amroli Police) ધરપકડ કરી છે.

અમરોલી વિસ્તારમાં સિટી હાઇટ્સ કૉમ્પ્લેક્સમાં શ્રીજી લાઈવ આલુપુરી નામની દુકાન ખાતે બાળા આલુપુરી લેવા ગઈ હતી. આ સમયે દુકાન માલિક દિનેશ જીવરાજભાઈ રામાણી (ઉ. 56 મૂળ રહે. જૂનાગઢ) એ એકલતાનો લાભ લઈને વિખરાઈ ગયેલા વાળ સરખા કરવાનું કહીને શારીરિક અડપલાં કર્યા હતા. આથી બાળાએ ગભરાઈ જઈને ત્યાંથી દોટ લગાવી રડતી રડતી ઘરે પહોંચી હતી. પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ ઘટનાનું રિ-કન્ટ્રક્શન કરવા આરોપી દિનેશ રામાણીને સ્થળ પર લાવ્યા ત્યારે એકઠાં થયેલાં ટોળામાં હાજર મહિલાઓ પૈકી એકે લાત મારી હતી અને બીજી મહિલાએ જૂતું ફટકાર્યું હતું.હોવાને લઈને લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular