Sunday, May 31, 2026
HomeGujaratVadodaraવડોદરાઃ IPLની મેચ જોઈ ઘરેથી નિકળેલા યુવકની લાશ કેનાલમાંથી મળી

વડોદરાઃ IPLની મેચ જોઈ ઘરેથી નિકળેલા યુવકની લાશ કેનાલમાંથી મળી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરાઃ વડોદરાના (Vadodara) હાલોલમાં (Halol) રહેતો એક યુવક IPLની મેચ જોયા બાદ ઘરેથી બહાર જવા માટે નિકળ્યો હતો. જોકે લાંબા સમય સુધી યુવક ઘરે પરત ન ફરતા પરિવારના સભ્યો યુવકને શોધવા માટે નીકળ્યા હતા. જોકે આખી રાતની શોધખોળ બાદ પણ યુવકની કોઈ ભાળ મળી ન હતી. ત્યારે આજે સવારે આ યુવકનો મૃતદેહ કેનાલમાંથી મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. સમગ્ર મામલે પોલીસે (Vadodara Police) ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, વડોદરાના હાલોલ તાલુકાના વલ્લભાચાર્ય નગરમાં રહેતો અને ગોધરા રોડ ખાતે યમુના ટાયર નામની દુકાનમાં નોકરી કરતો 26 વર્ષીય ઉત્સવ શાહ નામનો યુવક ગઈકાલે IPLની ફાઈનલ મેચ જોયા બાદ ઘરેથી નિકળ્યો હતો. મોડી રાત સુધી ઉત્સવ ઘરે પરત ન આવતા આ અંગેની જાણ પરિવારે ઉત્સવના કાકાને કરી હતી. ઉત્સવના કાકાએ તેમના મિત્રોને બોલાવીને ઉત્સવની શોધખોળ શરૂ કરી હતી.

- Advertisement -

ઉત્સવના કાકાએ તેમના મિત્રો સાથે હાલોલ પાસેના હાઈવેની તમામ હોટલો પર જઈને તપાસ કરતા કરતાં હાલોલ-વડોદરા રોડ પર આવેલી નર્મદા કેનાલ પાસે પહોંચ્યા હતા. જ્યાં તેમને ઉત્સવની એકટીવા મળી આવી હતી. જેમાં ચાવી પણ લગાવેલી હતી. જેથી કેનાલની આસપાસ પણ શોધખોળ શરૂ કરી હતી. રાત્રીના અંધારામાં ઉત્સવ મળી આવ્યો ન હતો. બીજા દિવસે સવારે ઉત્સવના કાકા અને તેમના મિત્રો કેનાલ પાસે આવી પહોંચ્યા હતા.

ઉત્સવએ કેનાલમાં પડતું મક્યું હોવાની આશંકાએ આ બાબાતની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેથી ફાયર વિભાગની ટીમે કેનાલમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાનન ભારે જહેમત બાદ ઉત્સવનો મૃતદેહ સરણેજ ક્રોસીંગ ગેટ 95 પાસેથી મળી આવ્યો હતો. આ અંગેની જાણ જરોદ પોલીસને કરવામાં આવતા ઉત્સવના મૃતદેહનો કબ્જો લઈને જરોદ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જોકે કયા કારણોસર ઉત્સવે આપધાત કર્યો તે રહસ્ય અકબંધ છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular