Thursday, April 30, 2026
HomeGujaratSurat : રિકન્સ્ટ્રક્શન બાદ આરોપીઓને પરત લઈ જવાતો હતો ત્યારે સ્થાનિકોએ ગેટ...

Surat : રિકન્સ્ટ્રક્શન બાદ આરોપીઓને પરત લઈ જવાતો હતો ત્યારે સ્થાનિકોએ ગેટ બંધ કરી દેતા પોલીસની હાલત કફોડી બની

- Advertisement -

નવજીવન ન્યૂઝ, સુરત : સુરત શહેર પોલીસ (Surat City Police) છેલ્લાં કેટલાંક દિવસોથી સતત સમાચારમાં ચમકતી રહે છે. છેલ્લાં એક સપ્તાહમાં રિકન્સ્ટ્રકશન દરમિયાન સુરત શહેરમાં અપરાધીઓ પર હુમલા (Attack on accused during reconstruction) ની ત્રણ-ત્રણ ઘટના ઘટી ચૂકી છે. આજે વેસુ પોલીસની હાજરીમાં હત્યાના પ્રયાસના આરોપીને ઉશ્કેરાયેલા સ્થાનિકોના ટોળાએ ઘેરી લઈ ટપલી દાવ કર્યો હતો. રિકન્સ્ટ્રકશન દરમિયાન એક આરોપીને પોલીસ ઈન્સ્પેક્ટર જે. એ. રાઠવા (J A Rathwa PI) એ લાફો ફટકાર્યા બાદ મામલો વધુ બિચક્યો હતો.

સુરતના વેસુમાં આવેલા આંબેડકર નગરમાં ગત 28 એપ્રિલની મધરાતે ક્રિકેટ રમી રહેલા નિર્દોષ યુવાનો પર કુહાડી અને ચપ્પુ વડે એક ટોળકીએ જીવલેણ હુમલો કર્યો હતો. આ મામલે વેસુ પોલીસ સ્ટેશન (Vesu Police Station) માં 8 શખસો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો. પોલીસે આ કેસમાં એક સગીર સહિત પાંચ આરોપીઓની ધરપકડ કર્યા બાદ તેમને ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લાવી હતી. આ સમયે લોકો મોટી સંખ્યામાં એકઠાં થયા હતા. દરમિયાનમાં Vesu PI રાઠવાએ એક આરોપીને લાફો ફટકાર્યો હતો. આ ઘટના જોઈને ટોળું ઉશ્કેરાયું હતું અને સોસાયટીનો ગેટ બંધ કરી દઈ આરોપીઓને ઘેરી લેતા આરોપીઓને પોલીસ વાન સુધી સુરક્ષિત લઈ જવા સ્થિતિ કફોડી બની ગઈ હતી.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular