નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ગુજરાતમાં બધું ઐતિહાસિક જ થાય છે. સામાન્ય કશું થતું જ નથી. ગુજરાતના ઈતિહાસમાં ક્યારેય કોઈએ જોઈ નહીં હોય તે પ્રમાણેનો માહોલ આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળ્યું હતું. ગુજરાતની આ ચૂંટણીમાં શરૂઆતથી જ ચૂંટણી પંચ, પોલીસ, ગુંડાઓ, વૈમનસ્ય વગેરે બાબતોની ચર્ચાઓ ચાલી અને તે સંસ્થાઓની રાજકીય કામગીરીની પણ ચર્ચા રહી. આ મામલાને લઈને હાલમાં જ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્યએ નારાજગી વ્યક્ત કરતો એક વીડિયો જાહેરમાં મુક્યો છે.
ગોપાલ ઈટાલિયાએ હર્ષ સંઘવી અને તેમની પોલીસને લઈને કેટલીક બાબતો લોકો સામે મુકી છે. સાથે જ આ ચૂંટણી દરમિયાન તેમના અનુભવો કેવા રહ્યા તે અંગે વાત કરી હતી. તે વાત અંગેનો વીડિયો અહીં દર્શાવ્યો છે.








