Wednesday, May 13, 2026
HomeNationalWest Bengal Loudspeaker Rrules: મુખ્યમંત્રી બનતાંની સાથે જ શુવેન્દુ અધિકારીનો નિર્ણય, 'મંદિર-મસ્જિદ...

West Bengal Loudspeaker Rrules: મુખ્યમંત્રી બનતાંની સાથે જ શુવેન્દુ અધિકારીનો નિર્ણય, ‘મંદિર-મસ્જિદ પર લાઉડ સ્પીકર નહીં વગાડી શકાય’

- Advertisement -

નવજીવન ન્યૂઝ, ડેસ્ક : પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીએ સત્તા મેળવતાની સાથે મુખ્યમંત્રી શુવેન્દુ અધિકારી (Suvendu Adhikari CM) સરકારે લાઉડ સ્પીકરના ઉપયોગ અને તેની કડક ગાઈડલાઈન્સ (Strict provisions of loudspeaker rules) જાહેર કરી દીધી છે. સરકારે રાજ્ય પોલીસને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે, કોઈપણ ધાર્મિક સ્થળ, પૂજા કે જાહેર કાર્યક્રમમાં હાઇકોર્ટના માપદંડોનું ઉલ્લંઘન સહન કરવામાં નહીં આવે. નિર્ધારિત ડેસિબલ કરતાં વધુ અવાજ મળી આવે તો તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસને આદેશ અપાયા છે.

પશ્ચિમ બંગાળ સરકારે (West Bengal Government) ભારપૂર્વક કહ્યું છે કે, આ નિયમો દરેક માટે સમાન રીતે લાગુ પડશે. મંદિર હોય, મસ્જિદ હોય કે અન્ય કોઈ ધાર્મિક આયોજન, ધ્વનિ પ્રદૂષણ સાથે જોડાયેલા કાયદાઓનું પાલન કરવું દરેક માટે ફરજિયાત છે. રાજ્યમાં જાહેર શાંતિ જાળવવા માટે પોલીસને આ આદેશોનો તાત્કાલિક પ્રભાવથી અમલ કરવા સૂચના આપવામાં આવી છે. લાઉડ સ્પીકર ઉપરાંત પશ્ચિમ બંગાળ સરકારે ગેરકાયદે ટોલ વસૂલી ડામવા માટે પણ જિલ્લા વહીવટીતંત્રને કડક સૂચનાઓ આપી છે.

- Advertisement -

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular